વર્ષ ના ૩૬૫ દિવસ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર ની નિસ્વાર્થ સેવા સંસ્થાન ગ્રીન આર્મી ને પર્યાવરણ પ્રકૃતિ રક્ષા માટે રૂપિયા ૬.૫૫૫૫૫ ની ઉદારદિલ દાતા દ્વારા સખાવત - At This Time

વર્ષ ના ૩૬૫ દિવસ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર ની નિસ્વાર્થ સેવા સંસ્થાન ગ્રીન આર્મી ને પર્યાવરણ પ્રકૃતિ રક્ષા માટે રૂપિયા ૬.૫૫૫૫૫ ની ઉદારદિલ દાતા દ્વારા સખાવત


વર્ષ ના ૩૬૫ દિવસ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર ની નિસ્વાર્થ સેવા સંસ્થાન

ગ્રીન આર્મી ને પર્યાવરણ પ્રકૃતિ રક્ષા માટે રૂપિયા ૬.૫૫૫૫૫ ની ઉદારદિલ દાતા દ્વારા સખાવત

"વસુંધરા નું વસુ થાઉં સાચું હું માનવી માનવ થાઉં તો ઘણું" મનસુખ કાસોદરિયા

"પોલ્યુશન ના સોલ્યુશન માટે નો એકજ ઉકેલ વૃક્ષ ઉછેર" ગ્રીન આર્મી સુરત

સુરત શહેર ના પર્યાવરણ અને કુદરતી પ્રકૃતિ માટે વર્ષ ના ૩૬૫ દિવસ નીસ્વાર્થ વૃક્ષ ની જતન જાળવણી સાથે વૃક્ષારોપણ કરતી સંસ્થા ગ્રીન આર્મી ને પર્યાવરણ પ્રકૃતિ રક્ષા અર્થે વાહન ની ભેટ ગ્રીન આર્મી માં તુરણ થી લઈ વડીલ સુધી ના અસંખ્ય સભ્ય ધરાવતી આ સંસ્થા માં કોઈ પણ પ્રમુખ મંત્રી નથી સંસ્થા ગ્રીન આર્મી માં ગરીબ થી લઈ તવંગર સુધી ના સભ્યો પોતા ના અંગત કામ ધંધા વેપાર બિઝનેશ જતા પહેલા વર્ષ ના ૩૬૫ દિવસ વહેલી સવાર માં એક સૈનિક માફક ગ્રીન યુનિફોર્મ માં સુસજ્જ થઈ ને સંપૂર્ણ નિસ્વાર્થ સેવા માટે ઉપડે છે શહેર ના રોડ રસ્તા મેદાન નદી નાળા ઓના ખુલ્લા પટ બાગ બગીચા ઓ જ્યાં પણ વૃક્ષ હોય ત્યાં તેની માવજત પાણી અને ખાતર ખોતર ખામણા ગોડવા થી લઈ કપરી મહેનત કરે છે આવી નિસ્વાર્થ વૃક્ષ ઉછેર સેવા થી પ્રભાવિત થઈ ઉદારદિલ દાતા પરિવારો શાંતમ ડેવલોપર્સ નાએમ.ડી.ભીખાભાઈ કલ્યાણભાઈ નાવડીયા,નરેશભાઈ રામજીભાઈ કાનાણી, રમેશભાઈ મૂળજીભાઈ પાલડીયા અને કેયુર ઇશ્વરભાઇ પાલડીયા એવા પ્રકૃત્તિ પ્રેમી છે કે સુરત ને હરિયાળું કરવામાં અગ્રેસર રહેતી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ને અવાર નવાર માતબર રકમનું અનુદાન આપે છે.ગ્રીન આર્મી ની વૃક્ષારોપણ ની સેવાકીય પ્રવૃત્તિ ને ઝડપી વેગવંતુ કરવા આજે ફરી એક વખત સેવા નો હાથ નો લંબાવ્યો હતો અશોક લેલેન્ડ ગાડી રૂપિયા ૬.૫૫૫૫૫ અંકે છ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન થી ગ્રીન આર્મી ગૃપ સુરત ને પર્યાવરણ પ્રકૃતિ ના જતન જાળવણી ને ઝડપી અને સરળ બનાવવા ના ઉમદા અભિગમ થી અર્પણ કરાય "જગ કલ્યાણ કાજે એક જ સંકલ્પ પર્યાવરણ સાચવણી એ જ છે વિકલ્પ"
રાષ્ટ્રીય ઉત્થાન માટે તત્પર ગ્રીન આર્મી ની ગદગદિત વૃક્ષ ઉછેર સેવા સુગંધી પુષ્પો માફક ફેલાઈ રહી છે સુરત સ્થિત સંસ્થા ગ્રીન આર્મી ના માર્ગદર્શન અને સહયોગ થી સુરત થી લઈ સૌરાષ્ટ્ર ના ગામડા સુધી પહોંચી વૃક્ષ માટે સરહદો ના સીમાડા પણ ટપી જતા પર્યાવરણ પ્રેમી ઓ વૃક્ષ માટે સૌરાષ્ટ્ર ના જૂનાગઢ ના ભેસાણ ભાવનગર ના સિહોર ઉમરાળા ટાણા આકોલાળી રેવા સીતાપર પાનસડા ખાખરીયા અનગઢ ખીજડિયા લાઠી ના દામનગર ઠાંસા દુધળા સહિત ૧૧ જેટલા ગામડા ઓમાં ૧૩૦૦૦ હજાર થી વધુ વૃક્ષો નું વૃક્ષારોપણ વૃક્ષ ઉછેર ની જવાબદારી સાથે કરી પર્યાવરણ ની બેનમૂન વ્યવસ્થા ઉભી રહી છે ગ્રીન આર્મી ની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ સાથે અંતરઆત્મા ને આનંદિત કરતું વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર અભિયાન છોડ માં રણછોડ વૃક્ષ દેવો ભવ ને મૂર્તિ મંત્ર બનાવી ને પર્યાવરણ પ્રકૃતિ માટે વંદનીય કામ ની સર્વત્ર સરાહનીય બની રહ્યું છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.