સાણંદમાં વિરોચનનગર ગ્રામજનો દ્વારા સમજૂતી કરાર સરપંચ પદની અનોખી પહેલ.. - At This Time

સાણંદમાં વિરોચનનગર ગ્રામજનો દ્વારા સમજૂતી કરાર સરપંચ પદની અનોખી પહેલ..


અમદાવાદ : સાણંદ
સાણંદના વિરોચનનગર ગ્રામ પંચાયતમાં સમજૂતી કરાર મુજબ અઢી વર્ષ બાદ બીજા ઉમેદવારને સરપંચ પદ સોંપાયું હતો

2021 માં સાણંદ તાલુકામાં 64 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી હતી ત્યારે 10 સમરસ થઈ હતી એમાંથી વિરોચનનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા ઉમેદવાર ની સીટ હતી જેમાં વિશ્વાબેન હિતેશસિંહ બારડ અને ખાતુનબાનુ આરીફખાન બંનેએ સરપંચ પદ પરથી ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 20 જુલાઈ ને શનિવારના રોજ વિરોચનનગર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી કે વિરોચનનગરમાં વિકાસલક્ષી કાર્યો થાય અને પ્રગતિશીલ બની રહે તેમજ ગામમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે રહે તે હેતુસર બંને ઉમેદવારોને અઢી અઢી વર્ષ સરપંચ પદ પર ગામની સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો.

તે દરમિયાન વિરોચનનગર ગ્રામ પંચાયત સરપંચ પદ પર વિશ્વાબેન હિતેશસિંહ બારડ ને અઢી વર્ષ પૂર્ણ થયા બાદ પંચાયત ખાતે સમજૂતી કરાર મુજબ અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા ખાતુનબાનુ આરીફખાન પઠાણને સરપંચ નો હોદ્દો સોંપીને ગામમાં વિકાસ લક્ષી કાર્યોમાં અગ્રેસર રહે એવી અપેક્ષા સાથે ખાતુનબાનુ આરીફખાન ને સરપંચ પદ સોંપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા સદસ્ય પ્રભાતસિંહ મકવાણા, તાલુકા સદસ્ય લિયાકતખાન પઠાણ, પૂર્વ તાલુકા સદસ્ય રસુલખાન, સરપંચ હિતેશસિંહ બારડ અને આરીફખાન પઠાણ, પૂર્વ સરપંચ અનવરખાન, ડેપ્યુટી સરપંચ અસલમખાન તેમજ ગ્રામ પંચાયતના સભ્યો સહિત અગ્રણીઓ, ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખાતુનબાનુ આરીફખાન પઠાણને વિરોચનનગર ગ્રામ પંચાયતના સરપંચ તરીકેની નિમણૂકતા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ખાસ કરીને વાત કરીએ તો વિરોચનનગરમાં આ મહત્વપૂર્ણ કાર્યને લઈને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

.. એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્યુરો રિપોર્ટ ફઝલખાન પઠાણ સાણંદ અમદાવાદ...


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.