ભાભર ખાતે ડી.વાય એસ. પી દ્વારા કાળી ફીલ્મ પટ્ટી તેમજ નંબર પ્લેટ વિના ના વાહનો પર કરી કાર્યવાહી કરવામાં આવી. - At This Time

ભાભર ખાતે ડી.વાય એસ. પી દ્વારા કાળી ફીલ્મ પટ્ટી તેમજ નંબર પ્લેટ વિના ના વાહનો પર કરી કાર્યવાહી કરવામાં આવી.


ભાભર ખાતે ડી.વાય એસ. પી દ્વારા કાળી ફીલ્મ પટ્ટી તેમજ નંબર પ્લેટ વિના ના વાહનો પર કરી કાર્યવાહી કરવામાં આવી.

ભાભર વાવ સર્કલ સર્કલ પાસે નવા આવેલ ડી. વાય. એસ. પી. ડો. અનિલ કુમાર સીસરા દ્વારા કાળી બ્લેક ફીલ્મ પટ્ટી વાળી ફોર વ્હીલર ગાડીઓ સહિત વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી. ભાભર પોલીસ સ્ટાફના કાફલા સાથે ઝુંબેશ યોજવામાં આવી જેમાં ભાભર વાવ સર્કલ હાઈવે પર બ્લેક ફીલ્મ વાળી ગાડીઓ તેમજ નંબર પ્લેટ વિના ના મોટા પ્રમાણમાં બાઈકો ડીટેન તેમજ સ્થળ પર દંડ વસુલી અંદાજે 50 જેટલા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ ઝુંબેશ પોલીસ ના કાફલા સાથે મોટી સંખ્યામાં જોવા મળી હતી તેમજ આ કામગીરી જોવા માટે લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા આ કામગીરી આવનાર નવા નવા ડી.વાય. એસ .પી .ડો અનિલ કુમાર સીસરા સહિત ભાભર પોલીસ સ્ટાફના માણસો ની સહુ કોઈ લોકો એ બિરદાવી હતી.

સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.