GS Conclave : વીસમી સદી કરતા 21મી સદીમાં ગુજરાત વધારે શ્રેષ્ઢીઓઆપે તેવી ભગવાનને પ્રાર્થના - At This Time

GS Conclave : વીસમી સદી કરતા 21મી સદીમાં ગુજરાત વધારે શ્રેષ્ઢીઓઆપે તેવી ભગવાનને પ્રાર્થના


- ગુજરાત સમાચાર માટે વાચક જ મોખરે, પ્રજા માટે અમારું અખબાર એટલે સંસ્કાર- દરેક ગુજરાતીને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ, જાપાન, ચીન કે દક્ષિણ ભારતમાં કેમ માતૃભાષા જ સર્વોચ્ચ છે? : અમમ શાહ- જાપાનમાં જઈએ તો જાપાનીઝ સિવાય બીજી કોઈ ભાષામાં કોઈ વાત કરતું નથી. ચીનમાં ટ્રાન્સલેટર રાખવો પડે. તો પછી ગુજરાતમાં આપણી ગુજરાતી ભાષા માટે આવું કેમ નહિ?.'અમદાવાદ : 'સવારની ચા અને ગુજરાત સમાચાર એક બીજાના પર્યાય બની ચુક્યા છે અને અખબારના કેન્દ્રમાં હમેશા વાચક રહ્યો છે,' એવું જણાવતા ગુજરાત સમાચાર પરિવારના અમમ શાહે કોન્કલેવની શરૂઆત કરતા મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું. પોતાના દાદા સ્વ. શાંતિલાલ શાહે શરૂ કરેલા આ અભિયાનને યાદ કરતા અમમ શાહે જણાવ્યું હતું કે ટાઈમ મેનેજમેન્ટ, ન્યુઝ સેન્સ એટલે કે દાદાજીનું વાંચન અને નીતિમત્તા એવા ત્રણ ગુણ મને અંગત રીતે અપીલ કરી રહ્યા છે અને એ જ અખબારની નીતિ રહી છે. આનું સર્વશ્રે ઉદાહરણ એ છે કે જે દિવસે ગુજરાત સમાચારનો ટોટલ નફો ૮ લાખ હતો ત્યારે પણ ૨.૫ લાખની ઈંડાની જાહેરખબર છપાતી ન હતી. અને આજે પણ આ પ્રકારની ૩.૫ કરોડની KFCની જાહેરખબર પણ છાપવામાં આવતી નથી. ગુજરાત સમાચારના કેન્દ્રમાં હંમેશા વાચક, સમાજ અને દેશ રહ્યો છે.પોતના વક્તવ્યમાં લક્ષ્મીના પણ બે સ્વરૂપો  - એક ગરૂડ પર આવતી લક્ષ્મી અને બીજી ઘુવડ પર આવતી લક્ષ્મી અંગે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે  ગરૂડ પર આવતી લક્ષ્મી સાત પેઢીને તારે છે, જયારે ઘુવડ પર આવતી લક્ષ્મી આપણી આવનારી પેઢીને ડૂબાવી દેછે.બહુરત્ના વસુંધરાનો આ દેશ છે. અને વીસમી સદીએ આપણને ઘણા બધા શ્રેીઓ આપ્યા છે. શ્રીમંત હોવું અને શ્રેી હોવું એમાં બહુ મોટો ફર્ક છે. શ્રીમંત એટલે અમીર. અને શ્રેી એટલે, એવો શ્રીમંત જે આવેલી લક્ષ્મી સવાગણું કરીને સમાજને પાછું આપે છે ત્યારે એ શ્રેી બને છે એમ જણાવતા અમમ શાહે એકવીસમી સદી વીસમી સદી કરતા ઘણાં વધુ શ્રેીઓ આપે તેવી પ્રાર્થના કરી હતી. એકવીસમી સદી એ  knowledge economy છે. એકવીસમી સદીમાં જ્ઞાાનની કિંમત ઘણી વધુ છે. જોકે એ તો આપણે ત્યાં અનાદિકાળથી ચાલી આવતી પ્રથા છે. આપણે દિવાળી પર ચોપડા પૂજન પહેલા કરીએ છીએ અને પછી લક્ષ્મી પૂજન કરીએ છીએ. સરસ્વતીનું પૂજન લક્ષ્મી પૂજન કરતા પહેલા કરવામાં આવે છે.એકવીસમી સદી જ્ઞાાનની સદી બને, રામરાજ્યની સદી બને. આપણે સૌ પ્રથમ રામરાજ્ય શું છે એ જાણવાની જરૂર છે. રામનો અર્થ શું થાય છે? કૃષ્ણનો અર્થ શું થાય છે? એ જાણવાની જરૂર છે. રામ શબ્દ ક્યાંથી આવ્યો? રામ શબ્દ ૨ ભાગમાં વહેંચાયેલો છે. મ એટલે મકાર - એટલે અંધકાર અનેરા એટલે અજવાળું - એટલે ઉજાસ.જેના અંતરમાં ઉજાસ થઇ ગયો છે તે રામ છે. રા એ સૂર્યનું પણ એક નામ છે. અને જે ઉજાસ પાથરે છે તે રાજા છે. અને જ્યાં ઉજાસ પથરાયેલો છે તે રામરાજ્ય છે. જ્યાં અંતરનો અંધકાર નથી તે રામરાજ્ય છે. એ જ રીતે કૃષ્ણનો અર્થ થાય છે કઃ જાનસી યશસઃ અનેકઃ ન જાનસી યશસઃ એટલેકે કૃષ્ણ જે જાણે છે છત્તા પણ કશું નથી જાણતો તે કૃષ્ણ છે. અને જે નથી જાણતો ને છત્તા બધું સાક્ષીભાવે જોવે છે તે પણ કૃષ્ણ છે.આમ અંતરનો અંધકાર દૂર કરી બધું સાક્ષીભાવે જોઈ, એકવીસમી સદીને જ્ઞાાનનું અર્થતંત્ર બનાવીએ તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું.ગુજરાતી ભાષા માટે ગુજરાતીઓને ગૌરવ હોવો જોઈએ એ અંગે અમમ શાહે જણાવ્યું, 'હું આ મંચ પરથી એક વિનંતી કરવા માંગું છું કે દરેક ગુજરાતીને પોતાની ભાષા માટે ગૌરવ હોવો જોઈએ, પોતાની ભાષા માટે પ્રેમ હોવો જોઈએ, લાગણી હોવી જોઈએ. ગુજરાતી ભાષા એ ગૌરવ છે. આપણે કર્ણાટકમાં જઈએ તો મોટા અક્ષરોમાં કન્નડ ભાષામાં લખેલું જોવા મળશે અને એની નીચે નાના અક્ષરે અંગ્રેજીમાં લખેલું હોય છે. એવું ને એવું બંગાળમાં પણ જોવા મળે છે. જાપાનમાં જઈએ તો જાપાનીઝ ભાષા સિવાય બીજી કોઈ ભાષામાં કોઈ વાત કરતું નથી. ચીનમાં ટ્રાન્સલેટર રાખવો પડે. તો પછી ગુજરાતમાં આપણી ગુજરાતી ભાષા માટે આવું કેમ નહિ?.''આ જ વાતને ધક્કો આપવા માટે, એક ટેકો આપવા માટે મેં જલસો નામની એપ્લિકેશન શરૂ કરી છે. મારા આ નાનકડા પ્રયત્નો હેતુ માત્ર એટલો જ છે કે આપણી સંસ્કૃતિ અને આપણો વારસો સચવાઈ રહે. હું સરકારને પણ વિનંતી કરું છું કે કોઈ પણ સ્કૂલમાં ગુજરાતી વિષય ફરજીયાત હોવો જોઈએ, જેથી ગુજરાતની અસ્મિતા જળવાયેલી રહે.' એમ તેમણે ઉમેર્યું હતું. અંતે તેમણે જણાવ્યું હતું કે એક ગુજરાતી એટલે નરેન્દ્રભાઈ મોદીએ પ્રગટાવેલી આ વિકાસની મશાલ વધુ તેજોમય બને તેવી પ્રાર્થના કરું છું. અને ભુપેન્દ્રભાઈ આ જ્યોતમાંથી દીવો કરી સાડા છ કરોડ ગુજરાતીઓના પથદર્શક બને તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.