GS Conclave : દેશનું દરેક ગામ કાર્યક્ષમ સોલાર, હાઇડ્રોજન ઉત્પાદન માટે સક્ષમ છે - At This Time

GS Conclave : દેશનું દરેક ગામ કાર્યક્ષમ સોલાર, હાઇડ્રોજન ઉત્પાદન માટે સક્ષમ છે


- 2030માં 35 ટકા ઊર્જા ગ્રીન એનર્જી થકી હશે- દેશમાં 1000 ગીગાવોટ સોલાર ઊર્જા પેદા કરવાની ક્ષમતા, હાઇડ્રોજન એક કિલોના એક ડૉલરથી સસ્તો મળશે : ધનરાજ નથવાણીઅમદાવાદ : ભારતની ઊર્જાની જરૂરિયાત વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩૫ ટકા જેટલી વધે એવો અંદાજ છે ત્યારે ગ્રીન એનર્જી થકી પર્યાવરણની રક્ષા અને સમતોલ વાતાવરણ માટે જમીનનો માત્ર ૦.૫ ટકા ઉપયોગ કરી ૧૦૦૦ ગીગવોટ સૂર્ય ઊર્જા પેદા કરવાની ભારત પાસે ક્ષમતા છે એમ રિલાયન્સ ન્યુ એનર્જી ડિરેક્ટર ધનરાજ નથવાણીએ ગુજરાત સમાચાર આયોજિત કોંકલેવમાં જણાવ્યું હતું.'અંદાજ મુજબ, ૨૦૩૦ સુધીમાં ભારતની એનર્જી જરૂરીયાત ૩૫ ટકા સુધી વધી શકે છે. સાથે-સાથે આપણો દેશ એનર્જીની વધારાની જરૂરીયાત કાર્બન એમિશનનો ભાર પર્યાવરણ પર નાંખ્યા વગર જ પૂરી કરવા પ્રતિબધ્ધ છે,' એમ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું.'વર્ષમાં ૩૦૦ દિવસ પૂરતો સૂર્યપ્રકાશ રહેતો હોવાનું ધ્યાનમાં રાખીએ તો ભારતની કુલ જમીનના માત્ર ૦.૫ ટકા જમીનનો ઉપયોગ કરીને ૧૦૦૦ ગીગાવોટ સોલાર એનર્જી ઉત્પન્ન કરી શકાય. તેવી જ રીતે ભારત ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે વિશાળ દરિયાકિનારાનો ઉપયોગ કરીને પાણી મેળવી શકે,' એમ તેમણે ઉમેર્યું હતું.પર્યાવરણને નુકસાન પહોંચે નહિ એ માટે ક્લિન એનર્જી પર ભાર આપવો જરૂરી છે અને તેના માટે મુખ્ય ત્રણ સ્ત્રોત છે સોલાર, હાઇડ્રોજન અને વિન્ડ. આમાંથી સોલાર અને હાઇડ્રોજન સૌથી વધારે કાર્યક્ષમ અને ભરોસાપાત્ર છે, એમ દેશની સૌથી મોટી ખાનગી કંપનીના ન્યુ એનર્જી બિઝનેસના ડિરેક્ટરે જણાવ્યું હતું.'ગ્રીન હાઇડ્રોજનના લાભ અંગે વાત કરી તો, વાર્ષિક ૨૫૦ લાખ મેટ્રિક ટન કોલસાના વપરાશની સામે માત્ર  ૫૦ લાખ મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનો વપરાશ થાય અને તેનાથી વાર્ષિક ૫૭૦ લાખ મેટ્રીક ટન કાર્બન એમિશન ઓછું થાય,' એમ નથવાણીએ હાઇડ્રોજનની શકિત અને તેનાથી ઉત્પન્ન થતી ઊર્જા અંગે જણાવ્યું હતું.ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ ભવિષ્યમાં કેટલો વ્યાપક હશે અને તેનાથી પરિવહન કેટલું સસ્તું થશે એ અંગે ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું, 'હાલમાં ઇલેક્ટ્રિક વ્હિકલમાં બેટરી કેટલી ચાલશે તેની ચિંતા રહે છે. ફ્યૂઅલ સેલ ઇવીમાં એક  કિલો ગ્રીન હાઇડ્રોજનથી ૧૫ કિલોમીટરની એવરેજ મળતી થશે, તેનાથી લાંબા અંતરના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ધરમૂળથી પરિવર્તન આવશે. જે એમિશન થશે તે તો માત્ર પાણીની વરાળ જ હશે.''હકીકતમાં તો ભારતનું દરેક ગામ પોતાનો સોલાર પાવર અને હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકે છે. તેથી જ મુકેશભાઈ ગ્રીન હાઇડ્રોજનને રિલાયન્સના ન્યૂ એનર્જી બિઝનેસનો મુખ્ય પિલ્લર ગણાવે છે. તેમણે ગ્રીન હાઇડ્રોજનની કિંમત આગામી ૧૦ વર્ષમાં એક ડોલર પ્રતિ કિલોગ્રામ સુધી નીચી લાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. નીતિ આયોગ પણ તેના પર કામ કરી રહ્યું છે,' એમ તેમણે જણાવ્યું હતું.રિલાયન્સ સૌથી મોટી રિફાઈનરી ધરાવે છે અને હવે ન્યૂ એનર્જીના ક્ષેત્રમાં ઝંપલાવી રહી છે. રિલાયન્સ રૂપિયા પાંચ લાખ કરોડના રોકાણ સાથે રાજ્યમાં ૧૦૦ ગીગા વોટ રિન્યુએબલ સોલાર એનર્જી પાવર કેપેસીટી અને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ સ્થાપશે, એમ અંતમાં તેમણે જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.