બોટાદના ઓટો રિક્ષા ચાલકે યુવાન તથા તેની માતાને માર મારી ધમકી આપતા થઈ પોલીસ ફરિયાદ
બોટાદ માં રીક્ષા જોઈને ચલાવવાનું કહેતા બોટાદના સતવારા યુવાન તથા તેની આધેડ માતાને માર મારી ધમકી આપતા ફરિયાદ
ઓટોરિક્ષા ચાલક તથા એક અજાણ્યા વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.
બોટાદમાં રીક્ષા જોઈને ચલાવવાનું કહેતા બોટાદના સતવારા યુવાન તથા તેની આધેડ માતાને માર મારી ધમકી આપતા ઓટોરિક્ષા ચાલક તથા એક અજાણ્યા વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિ યાદ નોંધાયેલ છે.બનાવ અંગેની વિગત પ્રમાણે,વજુભાઈની વાડી નદી કાંઠે,કેસરીનંદન હનુમાનજી મંદિર સામે બોટાદ ખાતે રહેતા ભારતીબેન ત્રીકમભાઈ જાંબુકિયા(સતવારા)ઉવ-૩૬ એ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે,ગત-૬ માર્ચના બપોરના સમયે ફરિયાદી ભારતીબેન તથા તેના પતિ અને પુત્ર યોગેશભાઈ પોતાની બાઈક લઈને બોટાદ શહેરના લીમડા ચોક ખાતે માતાજીના માંડવાનો પુજાપો ખરીદી કરવા ગયેલ તે વખતે પોતાની બાઈક દુકાન પાસે પાર્ક કરેલ આ વખતે જીજે- ૦૪- ડબલ્યુ -૩૦ ૫૫ રબરની રિક્ષાના ચાલકે ત્યાંથી પસાર થઈ પોતાની રીક્ષા બાઇક સાથે ભટકાડી બાઈક પાડી દેતા ફરિયાદી ભારતીબેનના પુત્ર યોગેશ ઉવ-૩૬ એ રીક્ષા ચાલકને રીક્ષા જોઈને ચલાવવાનું કહેતા જે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને યોગેશ ભાઈ સાથે ઝપાઝપી કરી બે ઝાપટ મારી દીધેલ આ વખતે યોગેશભાઈના માતા ભારતીબેન વચ્ચે પડતા રિક્ષામાં બેસેલ એક અજાણ્યા માણસે ફરિયાદી ભારતીબેન ને માથામાં લોખંડનો પાઈપ મારી મુઢ ઈજા કરી માતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ભારતીબેન ત્રીકમભાઈ જાંબુકિયાએ ઓટોરિક્ષાના ચાલક તથા એક અજાણ્યા વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.