પત્નીને 'આઇ લવ યુ'નો મેસેજ કરવા બાબતે પતિએ ટપારતા યુવકે ઘાતકી હુમલો કર્યો - At This Time

પત્નીને ‘આઇ લવ યુ’નો મેસેજ કરવા બાબતે પતિએ ટપારતા યુવકે ઘાતકી હુમલો કર્યો


આજીડેમ ચોકડી નજીક અનમોલ પાર્ક-૩માં રહેતાં દેવમંગલ સુરેશ ગુપ્‍તા (ઉ.27) અને તેના પત્‍નિ રેખા દેવમંગલ ગુપ્‍તા (ઉ.24) પર ઘર નજીક ભીમરાવનગરમાં રહેતાં રામદેવ અને તેના પુત્ર મનજીતે હુમલો કરી ઢીકાપાટુનો માર મારતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

મુળ બિહારનો આ પરિવાર વર્ષોથી અહિ રહે છે. દેવમંગલે કહ્યું હતું કે મારી પત્‍નિ રેખાના ફોનમાં ઘણા દિવસથી કોઇ અજાણ્‍યો શખ્‍સ હાઇ-હેલ્લોના મેસેજ કરતો હતો. આ શખ્‍સ કોણ છે તેની તપાસ કરતાં ખબર પડી હતી કે ભીમરાવનગરમાં રહેતાં મુળ બિહારના મનજીતનો મામનો દિકરો દુખન મારી ઘરવાળીને આ મેસેજ કરે છે. જેથી મનજીતને જાણ કરી દુખનને સમજાવી લેવા કહ્યું હતું. પરંતુ ગઇકાલે દુખને ફરીથી મારી ઘરવાળીને આઇ લવ યુનો મેસેજ કરી દીધો હતો. આથી ફરી મનજીતને વાત કરતાં તેણે મને અને મારી ઘરવાળીને વાત કરવા તેના ઘર પાસે બોલાવતાં અમે બંને ત્‍યા જતાં ઝઘડો કરી મનજીતે તેના પિતા રામદેવ સાથે મળી હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.