ભૂગર્ભ જળસ્તર સરવે 2023નો રિપોર્ટ જારી:દેશના દર ચોથા બ્લોકમાં ભૂગર્ભ જળની સ્થિતિ જોખમી, 11% ડાર્ક ઝોન બન્યા - At This Time

ભૂગર્ભ જળસ્તર સરવે 2023નો રિપોર્ટ જારી:દેશના દર ચોથા બ્લોકમાં ભૂગર્ભ જળની સ્થિતિ જોખમી, 11% ડાર્ક ઝોન બન્યા


દેશના 6,533 બ્લોકમાંથી 27 ટકામાં ભૂગર્ભ જળસ્તર સતત નીચે જોખમી સ્થિતિમાં પહોંચી ગયું છે. તેમાંથી 11 ટકા ડાર્ક ઝોન શ્રેણીમાં છે. ‘ભૂગર્ભ જળસ્તર સરવે 2023’ના અહેવાલ મુજબ પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ યુપીના વિસ્તારોમાં પરિસ્થિતિ ઘણી જ વિકટ છે. ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા જાય છે. રાજસ્થાન અને ગુજરાતના ઘણા ભાગો દેશના અત્યંત જળશોષિત વિસ્તારમાં છે. જ્યાં શુષ્ક આબોહવાને કારણે વોટર રિચાર્જનો વિકલ્પ છે. કર્ણાટક, તમિલનાડુના કેટલાક વિસ્તારો સહિત દક્ષિણ ભાગના તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સખત સપાટીને લીધે ભૂગર્ભ જળ ઘટી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે દેશના કેટલાક ભાગોમાં સતત સારો વરસાદ અને રિચાર્જના સરકારી અને ખાનગી પહેલના લીધે ભૂગર્ભજળની સ્થિતિમાં સુધારો થયો છે. જેના કારણે દેશમાં ભૂગર્ભ જળને બચાવવાના પ્રયાસોથી સંકટ ટળવાની આશા જાગી છે. યુપીમાં ડાર્ક ઝોન ઘટ્યા, બેંગલુરુ જેવી સ્થિતિ નહીં સર્જાય
ઉત્તરપ્રદેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ડાર્ક ઝોનવાળા વિસ્તારોની સંખ્યામાં ઘટડો નોંધાયો છે. જેથી યુપીમાં દિલ્હી, ચેન્નાઈ અને બેંગલુરુની જેમ પાણીની તંગીની સ્થિતિ સર્જાશે નહીં. 2021માં ઉત્તરપ્રદેશમાં ડાર્ક ઝોન બ્લોકની સંખ્યા 105 હતી જે હવે ઘટીને 95 થઈ ગઈ છે. ભૂગર્ભ જળ નિયામક રાજેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભૂગર્ભ જળ અને જળ રિચાર્જિંગના આડેધડ શોષણને અટકાવીને આ શક્ય બન્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.