વિસાવદર પ્રાંત અધિકારીની બદલી પછી આઉટ સોર્સ કર્મચારીઓ પણ ઘરભેગા - At This Time

વિસાવદર પ્રાંત અધિકારીની બદલી પછી આઉટ સોર્સ કર્મચારીઓ પણ ઘરભેગા


વિસાવદર પ્રાંત અધિકારીની બદલી પછી આઉટ સોર્સ કર્મચારીઓ પણ ઘરભેગા પ્રાંત કચેરી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં છે બિન સત્તાવાર રીતે જાણવા મળતા અહેવાલોને પ્રાંત અધિકારીની સિંગલ ઓર્ડરથી બદલી કરવા પાછળ કોઈ મોટું કૌભાંડ હોવાની આશંકાને કારણે તાલુકાથી દૂર કર્યા છે તેવું બહાર આવી રહયૂ છે તેવું લોકો કહે છે. ત્યારે આ અધિકારીની છત્રછાયામાં પોતાનો રોફ જમાવતા અને પોતે જ બધા જ વહીવટોનો હવાલો ધરાવે છે તેવું વતૅન કરતા બાદ ચ
આઉટસોર્સિંગના બે કર્મચારીઓને પણ તાત્કાલિક અસરથી છુટ્ટા કરી દેવાની તંત્રને ફરજ પડી છે. વિસાવદર પંથકનો ખનીજ ચોરીનો ચર્ચાસ્પદ મુદ્દો હજુ ઠરવાનું નામ લેતો નથી. પ્રાંત અધિકારીની રાજકોટ ખાતે બદલી થઇ હતી પ્રાંત કચેરીમાં આઉટસોર્સિંગના બે કર્મચારીઓ માથુ કાઢી ગયા હતા. સરકારી કર્મચારીીને બદલે આ બંને કર્મચારીનો જ ઓફિસનું સંચાલન કરતા હોય તેવી અનેકવાર ફરિયાદ ઉઠી હતી. અગાઉના અધિકારીએ તમેને ખુબ છાવર્યા હોવાની પણ ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચા થઇ રહી છે. પ્રાંત કચેરીનું કોઇપણ કામ હોય તો આઉટસોર્સિંગના કર્મચારીને અગાઉ મળવુ પડે તેવી પ્રથા થઇ ગઇ હતી. આ અંગેના સમાચાર પ્રસિધ્ધ થતા તંત્રના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. આઉટસોર્સિંગના બંને કર્મચારીઓને તાબડતોબ છુટ્ટા કરી દેવામાં આવ્યા છે આ બાબતે વધુ જાણવા મુજબ વિસાવદર તાલુકાના ભ્રષ્ટશાસનની સામે બૂમરેંગ થઈ છે ત્યારે ઉચ્ચ લેવલે થતી રજુઆતને પગલે આવનાર દિવસોમાં આ તણખો મામલતદાર તથા ચિફ ઓફીસરને પણ દઝાવશે એવું લાગી રહ્યું છે.અને તેમની બદલી પણ થવાની સંભાવનાઓ છે અથવા કોઈ કાયદાકીય કાર્યવાહી થવાના ભણકારા વાગી રહ્યા છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image