30 વર્ષથી ધતિંગલીલા કરનાર હિન્દુ મુંજાવરનો જાથાએ કર્યો પર્દાફાશ - At This Time

30 વર્ષથી ધતિંગલીલા કરનાર હિન્દુ મુંજાવરનો જાથાએ કર્યો પર્દાફાશ


રાજકોટમાં 30 વર્ષથી ઘરમાં બે દરગાહ ઉભી કરી લોકોના દુ:ખ-દર્દ મટાડવા, ધાર્મિક છેતરપિંડી કરનાર એક હિન્દુ મુંજાવર સહિત બે સેવકોનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે યુનિ. પોલીસ સ્ટેશનની મદદથી 1207મો સફળ પર્દાફાશ કર્યો હતો. ઘરમાં દરગાહ કે ધાર્મિક સ્થાન બનાવનાર સામે સરકારે ત્વરિત કાયદો બનાવવાની માંગણી કરવામાં આવી હતી.
રાજકોટ પુષ્કરધામની આગળ ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટર્સમાં દર ગુરૂવાર સાંજથી મોડી રાત સુધી ઘરમાં બે દરગાહ આવેલી છે ત્યાં લોકો પોતાના પ્રશ્ર્નો, બિમારી, દુ:ખ-દર્દ મટાડવા મોટી સંખ્યામાં આવે છે. આસપાસના લોકો પીડીતોના વાહનોથી અતિ દુ:ખી છે. દર વર્ષ ઉર્ષની ઉજવણીમાં જમણવાર સહિત કવ્વાલીના ધાર્મિક આયોજનો થાય છે. હિન્દુ મુંજાવર તરીકે જગદીશ રૂપસંગભાઇ રાઠોડ, બે સેવકો હિતેષ દેવજીભાઇ પરમાર, ભગીરથ ભરતભાઇ ભટ્ટીના નામોઆપી તેમની હરકતો સંબંધી ફરીયાદ મળી હતી. પીડિત લોકોએ ધંધો, રોજગારની સમસ્યા માટે લીલું કપડામાં લીંબુ બાંધીને દરવાજે ગાંઠો બનાવી ઉપચાર કરવો, અસાધ્ય બિમારી મટાડવી, અત્તરની શીશી, ચાદર ઓઢાડી કુરાનાના મંત્રો પઢવા, લીંબુનો પ્રયોગ અનેક પ્રકારે કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી દુ:ખી લોકો ઉપચાર કરવા આવતા હોય દર ગુરૂવારે લોકોની ભીડ રહે છે. વાહનો આડેધડ મુકવામાં આવે છે. પિતૃ નડતર, સુરાપુરા, નડતર સંબંધી જાતજાતની વિધિ-વિધાન કરાવવામાં આવે છે. દરગાહની બાજુમાં દાન પેટી રાખવામાં આવી છે. તેમાં લોકો રૂપિયા નાંખે છે. તેમાંથી ઉજવણી સહિત અનેક ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુ મુંજાવરના બે યુવાન પુત્રોનું અવસાન થયું છે. જગદીશભાઇ રીક્ષા ચાલક છે. ધાર્મિક અને માથાભારે તત્વોના કારણે નામ જાહેર થશે તો અમારૂં જીવન દોહલું બની જશે તેવી હકિકત મુકવામાં આવી હતી.
રાજકોટમાં દરગાહની આડમાં કાયમી ધતિંગ લીલા જાથાએ બંધ કરાવી હતી. રાજ્યમાં દોરા-ધાગા, ધતિંગબાજોથી છેતરાયેલા લોકોએ માહિતી મો.98252 16689 ઉપર આધાર-પુરાવા સાથે મોકલવામાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.