સ્ટેન્ડીંગ કમિટીની લીલીઝંડી , લો-ગાર્ડન ખાતે વાહન પાર્કીંગ કોન્ટ્રાકટની મહત્તમ ઓફરને મંજુરી
અમદાવાદ,ગુરુવાર,23 જુન,2022અમદાવાદના નવરંગપુરા વોર્ડના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલા
હેપ્પી સ્ટ્રીટ ફુડ પ્લાઝા વિસ્તારમાં આવેલ રસ્તા ઉપર ઓન સ્ટ્રીટ વાહન પાર્કીંગના
કોન્ટ્રાકટ માટે વાર્ષિક ૪૪.૫૦ લાખની મહત્તમ ઓફરને સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજુર
કરવામાં આવી છે.અગાઉ આપવામાં આવેલા કોન્ટ્રાકટથી વધુ પંદર લાખની વધુ આવક
મ્યુનિ.તંત્રને થશે.આ સ્થળે પ્રિમીયમ પાર્કીંગમાં સ્કૂટર-બાઈક પાર્ક કરવા પ્રતિ
કલાક દસ અને કાર માટે ૩૦ રુપિયા ચુકવવા પડશે.શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલા હેપ્પી સ્ટ્રીટ ફુડ
પ્લાઝા વિસ્તારમાં ઓન સ્ટ્રીટ વાહન પાર્કીંગ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા
હતા.હરાજીમાં ડી.એલ.ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા ૪૪.૫૦ લાખની મહત્તમ ઓફર કરવામાં આવી
હતી.આ ઓફરને કમિટી દ્વારા મંજુરી આપવામાં આવી છે.જનરલ પાર્કીંગના દરમાં સાઈકલ માટે
પ્રથમ બે કલાક માટે એક રુપિયો, સ્કૂટર અને બાઈક
માટે પાંચ રુપિયા,ઓટો
રીક્ષા માટે દસ રુપિયા અને કાર માટે પંદર રુપિયા નકકી કરવામાં આવ્યા છે.ઉપરાંત
બેથી છ કલાકના સમય માટે દર કલાક કે તેના ભાગદીઠ પરંતુ વધુમાં વધુ ચાર કલાક
સુધી અને છ થી બાર કલાક વાહન પાર્ક કરવા
માટે દર કલાક કે તેના ભાગદીઠ પરંતુ વધુમાં વધુ છ કલાક સુધીના પાર્કીંગ માટે સમય
મુજબના દર વસુલાશે.
પ્રિમીયમ પાર્કીંગ માટે નકકી કરવામાં આવેલા ફીના ધોરણ મુજબ, સવારે ૮.૩૦થી
બપોરના ચાર સુધી સ્કૂટર કે બાઈક માટે પ્રતિ કલાકના દસ રુપિયા અને કાર માટે પ્રતિ
કલાક ૩૦ રુપિયા તેમજ સાંજે ચારથી સવારે પાંચ કલાક સુધીના સમય માટે વાહન પાર્ક કરવા
સ્કૂટર કે બાઈક માટે પ્રતિ કલાક ૨૦ રુપિયા તથાકાર માટે પ્રતિ કલાક પચાસ રુપિયા
ચૂકવવા પડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.