પોલીસ ભરતીની તૈયારી કરતો યુવાન રનિંગ કરી ઘરે પરત ફર્યા બાદ ઢળી પડતા મોત, હાર્ટ એટેકનું પ્રાથમિક તારણ - At This Time

પોલીસ ભરતીની તૈયારી કરતો યુવાન રનિંગ કરી ઘરે પરત ફર્યા બાદ ઢળી પડતા મોત, હાર્ટ એટેકનું પ્રાથમિક તારણ


રાજકોટના મવડી મેઈન રોડ ઉપર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતો વિશાલ અશોકભાઈ કોલીયા નામનો 26 વર્ષીય યુવાન આજે સવારે પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જેથી યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન પોલીસ ભરતીની તૈયારી કરતો હોવાથી આજે સવારે રનિંગ કરી પરત ઘરે ફર્યો હતો અને પછી અચાનક હાર્ટ-એટેક આવી જતા તે ઘરમાં ઢળી પડ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.