અટલ ફુટ ઓવરબ્રીજનું આવતીકાલે વડાપ્રધાન દ્વારા ઈ-લોકાર્પણ કરાશે
અમદાવાદ,ગુરુવાર,25 ઓગસ્ટ,2022અમદાવાદમાં સરદારબ્રીજ અને એલિસબ્રીજ વચ્ચે ૭૪ કરોડથી પણ
વધુના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા આઈકોનીક
ફુટ ઓવરબ્રીજનું વડાપ્રધાન દ્વારા ૨૭ ઓગસ્ટના રોજ ઈ-લોકાર્પણ કરવામાં આવશે.દેશમાં અટલ ફુટ ઓવરબ્રીજ એક વિશેષ પ્રકારનો પેડેસ્ટ્રીયન
બ્રીજ બની રહેશે.આ બ્રીજ ઉપર રીવરફ્રન્ટના અપર અને લોઅર પ્રોમીનાડ ઉપરથી જઈ
શકાશે.બ્રીજની કુલ લંબાઈ ૩૦૦ મીટરની છે.પહોળાઈ બ્રીજના છેડાના ભાગે દસ મીટર અને
વચ્ચેના ભાગમાં ૧૪ મીટર રાખવામાં આવી છે.
બ્રીજ ઉપર વુડન ફલોરીંગ ઉપરાંત ગ્રેનાઈટ ફલોરીંગ કરવામાં
આવ્યુ છે.સ્ટેઈનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ રાખવામાં આવી છે.વચ્ચેના ભાગમાં
બેસવાની સગવડ ઉપરાંત ફુડ કીઓસ્ક તથા પ્લાન્ટેશન રાખવામાં આવ્યાં છે.બ્રીજ પશ્ચિમ
કાંઠે ફલાવર ગાર્ડન અને ઈવેન્ટ ગ્રાઉન્ડના
વચ્ચે થઈ પ્લાઝામાં થઈ પૂર્વ કાંઠે બનનારા એકઝીબિશન કલ્ચરલ આર્ટ સેન્ટરને જોડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.