અનંત-રાધિકાના લગ્ન પહેલાં ગ્રહ શાંતિ પૂજા:મર્ચન્ટ પરિવારના ઘરે યોજાયું ફંક્શન, અંબાણીની ભાવિ વહુ ટ્રેડિશનલ લુકમાં ગોર્જિયસ લાગી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાં ગૃહ શાંતિ પૂજા યોજાઈ હતી. આ પૂજા મુંબઈમાં રાધિકા મર્ચન્ટના ઘરે થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં રાધિકા તેની બહેન અંજલિ મર્ચન્ટ અને માતા શૈલા મર્ચન્ટ સાથે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. ગૃહ શાંતિ પૂજામાં રાધિકાએ દક્ષિણ ભારતીય સાડી પહેરી છે જેની સાથે તે મરાઠી મુલગી જેવી નોઝ રિંગ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સિવાય ડાયમંડ નેકલેસ, ઈયરિંગ્સ અને માંગ ટીક્કા સાથે પોતાનો લુક પૂરો કર્યો છે. 5મી જુલાઈના રોજ સંગીત સમારોહ યોજાયો હતો
અગાઉ 5 જુલાઈએ અનંત-રાધિકાનો સંગીત સમારોહ યોજાયો હતો જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં સલમાન ખાન, શાહિદ કપૂર, જાહન્વી કપૂર, દિશા પટણી, શહેનાઝ ગિલ, મૌની રોય, આદિત્ય રોય કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિત ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC), BKC, મુંબઈ ખાતે આયોજિત આ ફંક્શનમાં જસ્ટિન બીબરનું પર્ફોર્મન્સ સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે આ માટે 83 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. બોલિવૂડ સેલેબ્સ અને અંબાણી પરિવારે પણ પરફોર્મ કર્યું હતું
સંગીત સેરેમનીમાં સલમાન ખાન અને અર્જુન કપૂર સહિત અનેક બોલિવૂડ સેલેબ્સે પણ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. આ ખાસ તકે આખો અંબાણી પરિવાર પણ સ્ટેજ પર જોવા મળ્યો હતો. પરિવારે 'ઓમ શાંતિ ઓમ'ના 'દીવાનગી-દીવાનગી' ગીત પર પરફોર્મ કર્યું હતું. અનંત-રાધિકાના લગ્ન 3 દિવસ સુધી ચાલશે
અનંત અને રાધિકા 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ લગ્નમાં બીજા દિવસે 13મી જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનો નવદંપતીને આશીર્વાદ આપશે. આ પછી 14મી જુલાઈએ રિસેપ્શન યોજાશે જેમાં વિશ્વભરના વીવીઆઈપી મહેમાનો હાજરી આપશે. ત્રણેય દિવસના આ કાર્યક્રમો મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં જ યોજાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.