સુરેન્દ્રનગરનાં પ્રસિધ્ધ માઇ મંદિર પાસે યોજાતી પ્રાચીન ગરબી મર્જ કરવા પ્રશ્ર્ને સ્થાનિકોની ડીએસપી કચેરીએ રજુઆત - At This Time

સુરેન્દ્રનગરનાં પ્રસિધ્ધ માઇ મંદિર પાસે યોજાતી પ્રાચીન ગરબી મર્જ કરવા પ્રશ્ર્ને સ્થાનિકોની ડીએસપી કચેરીએ રજુઆત


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરની મધ્યમાં માઈ મંદિર પાસે સ્થાનિક રહિશો દ્વારા યોજાતી વર્ષો જુની ગરબી મંદિરના કારોબારી સભ્યના કહેવાથી એ-ડીવીઝન પીએસઆઈ દ્વારા નજીકની ગરબીમાં મર્જ કરવાની અને મુળ જગ્યાએ થતી ગરબી બંધ રાખવાની સુચનાઓ આપતા સ્થાનીક રહિશો અને મહિલાઓએ આ અંગે જિલ્લા કલેકટર તેમજ ડીએસપીને આવેદન પત્ર પાઠવ્યું હતું આ અંગે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, શહેરના માઈ મંદિર વિસ્તારમાં મંદિર પાસે છેલ્લા 50 વર્ષ કરતાં પણ વધુ સમયથી આસપાસના માઈભક્તો તેમજ સ્થાનીક રહિશો દ્વારા નવરાત્રિ દરમિયાન માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવે છે આ ગરબીમાં સ્થાનિક મહિલાઓ, યુવતીઓ સહિત બહારથી પણ બહેનો માતાજીના ગરબા ગાઈ અને ગરબે ધુમી આરાધના કરે છે આજના આધુનિક અને પાર્ટી પ્લોટના જમાનામાં આ ગરબીમાં મહિલાઓ અને યુવતીઓની તમામ પ્રકારની સુરક્ષાઓ જળવાઈ રહે તે માટે આયોજકો દ્વારા પુરતુ ધ્યાન આપવામાં આવતું હોય મોટીસંખ્યામાં મહિલાઓ અહિં જ ગરબે રમવાનું પસંદ કરે છે બીજી બાજુ માત્ર મહિલાઓ જ આ ગરબીમાં રમી શકે છે અને પુરૂષો માટે મનાઈ ફરમાવવામાં આવી છે. જેના ભાગરૂપે વર્ષોથી આ ગરબીમાં કોઈપણ જાતનો ઝઘડો કે અણબનાવ બન્યો નથી અને શાંતિપૂર્વક રીતે નવ દિવસ મહિલાઓ અને યુવતીઓ ગરબે ઘુમે છે જ્યારે આયોજકો દ્વારા ટ્રાફિકને ધ્યાને લઈ પણ કોઈને હાલાકી ન પડે તે માટે ખડે પગે સેવાભાવી યુવકોને જવાબદારીઓ સોંપવામાં આવી છે આમ વર્ષો જુની પ્રાચીન ગરબી હોવા છતાં માઈ મંદિર ટ્રસ્ટના કારોબારી સભ્યના કહેવાથી આ ગરબી નજીકની મારવાડી લાઈન વિસ્તારમાં થતી ગરબીમાં મર્જ કરવામાં આવે અને મુળ જગ્યાએ ગરબી બંધ રાખવાની મૌખિક જાણ એ-ડિવીઝન પોલીસ મથકના પીએસઆઈ ગોહિલે આયોજકને કરતા સ્થાનીક રહિશો અને મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને વર્ષો જુની ગરબી અન્ય ગરબીમાં મર્જ કરવાની સુચનાઓ વિરોધ કરી રાબેતા મુજબ પોતાની મુળ જગ્યાએ જ શરૂ રાખવા દેવા આવે તેવી માંગ કરી હતી આ તકે મોટીસંખ્યામાં સ્થાનિક મહિલાઓ સહિત ગરબીના આયોજકો ઉપસ્થિત રહ્યાં હતાં સુરેન્દ્રનગર શહેરના માઈ મંદિર પાસે 55 વર્ષથી નવરાત્રીમાં ગરબીનું આયોજન થતું આવે છે ત્યારે માઈ મંદિરના ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દર્શને આવતાં ભક્તોને અગવડતાં પડતી હોવા મામલે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાતા ગરબી આયોજકોને પોલીસ સ્ટેશનને બોલાવાતા રોષ ફેલાયો હતો આથી રોષે ભરાયેલા માઈ મંદિર વિસ્તારના મહિલાઓ અને રહીશોએ કલેકટર કચેરી અને એસપી કચેરીએ લેખિત આવેદન પાઠવ્યું હતું તારીખ 6-10-2023 ને શુક્રવારના રોજ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી ગોહિલ સાહેબ દ્વારા બંને ગરબીઓના આયોજકોને રૂબરૂ બોલાવાયા હતા જ્યાં જણાવવામાં આવ્યું હતું કે ગરબીના લીધે મંદિરે આવતા ભક્તોને તકલીફ પડતી હોય મંદિરના કારોબારી સભ્ય દ્વારા ફોનથી આ બાબતે મૌખીક ફરિયાદ કરેલી હોવાથી આ બંને ગરબી બંધ કરવાની સૂચના આપી હતી જો તમારે ગરબી કરવી હોય તો તમારે બે ગરબીની એક ગરબી કરીને પાંચ ગરબા ગાઈને બંધ કરી દેવાની રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.