બ્લોકના કારણે વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન વેરાવળ સ્ટેશનથી 1 કલાક 15 મિનિટ મોડી ઉપડશે - At This Time

બ્લોકના કારણે વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન વેરાવળ સ્ટેશનથી 1 કલાક 15 મિનિટ મોડી ઉપડશે


બ્લોકના કારણે વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન વેરાવળ સ્ટેશનથી 1 કલાક 15 મિનિટ મોડી ઉપડશે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે 15.10.2024થી 22.10.2024 દરમિયાન લેવામાં આવતા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેનનું સમયપત્રક રિશિડ્યુલ કરવામાં આવ્યું છે. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 17.00 ના બદલે 01 કલાક 15 મિનિટ એટલે કે 18.15 વાગ્યે ઉપડશે. બ્લોકને કારણે ઉપરોક્ત ટ્રેન 15.10.2024 થી 22.10.2024 સુધી રિશિડ્યુલ સમય મુજબ ચાલશે. રૂટ પરના અન્ય સ્ટેશનો પર ટ્રેનના સમયમાં સમાન ફેરફાર કરવામાં આવશે.

રેલવે પ્રશાસન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image