આમ આદમી પાર્ટીની બોટાદમાં મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ - At This Time

આમ આદમી પાર્ટીની બોટાદમાં મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ


ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયાએ મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત બોટાદની બેઠકમાં હાજરી આપી ગુજરાતના તમામ 55000 બુથો પર આવનારા એક વર્ષમાં દરેક બૂથ પર પાંચ લોકોની નિયુક્તિ કરવામાં આવશે ઈસુદાન ગઢવી 2026 પછી અરવિંદ કેજરીવાલજીના હસ્તે પેજ પરિવાર પ્રમુખની પણ નિયુક્તિ કરીશું: ઈસુદાન ગઢવી આગામી સમયમાં ભાજપ ગુજરાતમાં રાજ નહીં કરે અને ઇન્ડિયા ગઠબંધન જ સત્તા પર આવશે: ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ આજે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત બોટાદ અને સુરેન્દ્રનગરની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ સહિત સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બોટાદમાં મિશન વિસ્તારની મિટિંગ બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ આમ આદમી પાર્ટીના સંગઠનના વિસ્તાર માટે અમે ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં અને 8 મહાનગરપાલિકાઓમાં અમે બેઠક કરી રહ્યા છીએ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, સ્થાનિક લોકોની સમસ્યાઓ, તે સમસ્યાઓને કઈ રીતે ઉઠાવવી, કઈ રીતે લોકોના મુદ્દા ઉઠાવવા, તથા સંગઠનના હોદ્દા ઉપર યોગ્ય વ્યક્તિઓને નિમણૂક કરવા અને સંગઠનમાં વધુ નવા લોકોને જોડવા જેવા અનેક મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી હાલ મજબૂતીથી કામ કરી રહી છે. આવનારા સમયમાં બોટાદ નગરપાલિકા હોય કે ગઢડા નગરપાલિકા હોય, તેના માટે ઉમેદવારોની પસંદગી મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ સંગઠનની સતત ચાલનારી પ્રક્રિયા છે ગુજરાતના તમામ 55000 બુથો પર આવનારા એક વર્ષમાં દરેક બૂથ પર પાંચ લોકોની નિયુક્તિ કરવામાં આવશે અને 2026 પછી અરવિંદ કેજરીવાલજીના હસ્તે પેજ પરિવાર પ્રમુખની પણ નિયુક્તિ કરીશું જે અંગે આજે ચર્ચા કરવામાં આવી આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ સંગઠનને લઈને તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે. આગામી સમયમાં ભાજપ ગુજરાતમાં રાજ નહીં કરે અને સ્વાભાવિક વાત છે કે ઇન્ડિયા ગઠબંધન જ સત્તા પર આવશે. આજે મેં પણ અને સંગઠન મંત્રી તથા જિલ્લા પ્રમુખ સહિત તમામ લોકોએ તમામ ટીમોને એક્ટિવ કરીને લોકોની સમસ્યાઓ ઉઠાવવામાં આવે તેના માટે અમે માર્ગદર્શન પણ આપ્યું છે અને પ્રેરણા પણ આપી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.