અમરેલી જિલ્લા યુવા આહિર સમાજ દ્વારા આયોજિત ત્રિવિધ કાર્યક્રમ હર્ષ ઉલ્લાસ સાથે સફળ યોજાયો
*તેજસ્વી તારલાઓ અને ફોજી જવાનોને સન્માનિત કરાયા*
*અમરેલી જિલ્લા આહિર કર્મચારી મંડળની રચના સાથે સમૂહ લગ્ન કમિટીનુ ગઠન કરાયું*
*સમગ્ર જિલ્લા ભરના રાજકીય સામાજિક આગેવાનો હાજર રહી કાર્યક્રમ દીપાવ્યો*
*યુવા પ્રમુખ કમલેશ ગરણિયા ની મહેનત રંગ લાવતી જોવા મળી*
સમગ્ર રાજ્યમાં આહિર સમાજની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે તેમાંથી અમરેલી જિલ્લા માં પણ આહિર સમાજની વસ્તી સમગ્ર જિલ્લામાં પથારાયેલી છે ત્યારે સમયની સાથે બદલાતા પ્રવાહો મુજબ સમાજમાં સુધારાત્મક બદલાવ લાવવા સાથે સારાકાર્યને બિરદાવવા માટે અમરેલી જિલ્લા યુવા આહિર સમાજના પ્રમુખ કમલેશ ગરણિયાના નેતૃત્વમાં અમરેલી જિલ્લા આહિર સમાજનો ત્રિવિધ કાર્યક્રમ કડવા પટેલ સમાજવાડી અમરેલી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમા અમરેલી જિલ્લામાં વસવાટ કરતા આહિર સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ,પ્રમાણપત્ર અને પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તો અમરેલી જિલ્લાના આહિર સમાજના બે યુવાનો બીએસએફમાં ભરતી થઇ તાલીમ લઈ પરત આવતા તેમનુ પણ શાલ ઓઢાડી,મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ આ સાથે આ કાર્યક્રમમાં બે નવતર આયોજન કરવામાં આવ્યા હતા જેમા અમરેલી જિલ્લામાં આહિર સમાજના પાંચસો આસપાસ કર્મચારીઓ વિવિધ વિભાગોમા કામગીરી બજાવે છે ત્યારે અમરેલી જિલ્લા આહિર કર્મચારી મંડળની સ્થાપના કરવામાં આવી હતી અને આવનાર સમયમાં લગ્ન પાછળ થતા ખોટા ખર્ચ ઘટાડવા માટે સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવાનુ નક્કી કરાયું હતુ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા આહિર સમાજના આગેવાનો અમરીશભાઈ ડેર,જીતુભાઇ ડેર, પ્રભાતભાઈ કોઠીવાળ,કમલેશભાઈ ગરણિયા એ પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતુ તો જિલ્લામાં જીએસટી અધિકારી તરીકે ફરજ બજાવતા ગીતાબેન જીંજાળા અને જિલ્લા હિસાબનીશ અધિકારી વિક્રમભાઈ ખૂંગલા એ સમાજના કર્મચારીઓ અને લોકોએ માર્ગદર્શન આપ્યું હતુ તો કર્મચારી મંડળની મજબૂત રચના માટે આહિર કર્મચારી મંડળ રાજકોટ ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતુ આ કાર્યક્રમમાં સમગ્ર અમરેલી જિલ્લા માંથી આહિર સમાજના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર,આહિર સમાજના પ્રમુખ જીતુભાઇ ડેર,જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન લાલાભાઇ મોર જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતભાઈ કોઠીવાળ,જિલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ રાજુભાઈ ભુતૈયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ,લીલીયા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ જગદીશભાઈ દેથળીયા બાઘાભાઈ લખાણોત્રા યુવા પ્રમુખ કમલેશભાઈ ગરણિયા સહીત સમગ્ર જિલ્લા માંથી રાજકીય,સામાજિક આગેવાનો કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.