જસદણ નગરપાલિકાની વિવિધ શાખાઓની પ્રાદેશિક કમિશનરે મુલાકાત લીધી, પ્રજા હિતલક્ષી સૂચનો આપ્યા - At This Time

જસદણ નગરપાલિકાની વિવિધ શાખાઓની પ્રાદેશિક કમિશનરે મુલાકાત લીધી, પ્રજા હિતલક્ષી સૂચનો આપ્યા


પ્રાદેશિક કમિશનર સ્વપ્નિલ ખેર દ્વારા જસદણ નગરપાલિકા કચેરીની મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન નગરપાલિકા કચેરીની વિવિધ શાખાઓ જેવી કે, સામાન્ય વહીવટ શાખા, જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખા, વિકાસ યોજના શાખા, ફાયર એન્ડ ડિઝાસ્ટર અને શોપ એન્ડ એસ્ટા તેમજ વ્યવસાય વેરા શાખા, ટેક્ષ શાખા વિગેરે શાખાની મુલાકાત લઈને કામગીરીઓની ચકાસણી કરવામાં આવી હતી. સાથોસાથ સ્વચ્છતા પખવાડીયા ઉજવણી અને પ્રજા હિતલક્ષી કેટલાક આવકારવા દાયક સૂચનો આપ્યા બાદ પ્રજાહિતના થઈ રહેલા વિવિધ વિકાસ પ્રકલ્પોના સ્થળોની મુલાકાત પણ કરવામાં આવી હતી. જેમાં જસદણ નગરપાલિકા કચેરીના નવા બિલ્ડિંગનું કામ, જિલેશ્વર ગાર્ડન સુધારણા કામ, એસ.ટી.પી. વર્મી કમ્પો., આર.આર.આર. સેન્ટર, ગારબેજ કલેક્શન વગેરે કામોનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી કેટલાક વિશેષ નિર્દેશો અને આવશ્યક સૂચનો આપવામાં હતા. આ તકે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, હેડ ક્લાર્ક સંજયભાઈ ડાભી, ફાયર ઓફિસર પ્રતાપભાઈ સોલંકી, મ્યુનીસીપલ ઈજનેર નિકુંજ ડાભી, આસિસ્ટન્ટ એન્જીનીયર એસ.બી.રાવલ, બાંધકામ શાખાના મુકુલભાઈ મહેતા, ક્લાર્ક મજીદભાઈ ગાંધી, સેનિટેશન સુપરવાઈઝર પ્રદીપભાઈ ચોહલીયા સહિતના હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.