રાજકોટમાં અડધો ડઝન નવા ફાયર સ્ટેશન બનાવવા મનપાની તજવીજ - At This Time

રાજકોટમાં અડધો ડઝન નવા ફાયર સ્ટેશન બનાવવા મનપાની તજવીજ


રાજકોટ શહેરમાં ગત મે માસમાં અગ્નિકાંડ થયા બાદ તેના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છેઅને ફાયર સેફ્ટી મામલે નવા ધારા ધોરણો લાગુ કરીને એન.ઓ.સી.ની નીતિનું કડક પાલન કરાવવામાં આવી રહયું છે ત્યારે રાજકોટ શહેરમાં પણ નવા સાધનો સાથે ફાયર બ્રિગેડને આધુનિક અને વધુ કાર્યક્ષમ બનાવવા સાથે તેનું વિસ્તૃતિકરણ પણ હાથ ધરાયું છે. શહેરમાં નવા અડધો ડઝન ફાયર સ્ટેશન શરૂ કરવા ગતિવિધી
મનપાએ હાથ ધરી છે.
મહાપાલિકાના ફાયર બ્રિગેડનો હવાલો સંભાળતા ડી.એમ.સી. સ્વપ્નીલ ખરેએ જણાવ્યુંહતું કે, અમે ૨ ફાયર સ્ટેશનનુ નવિનીકરણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ બે સ્ટેશનમાં કનક રોડ ફાયર મથક અને બેડી ફાયર મથકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરમાં વધારાના નવા છ ફાયર સ્ટેશન પણ શરૂ કરવા માટે વિચારણા શરૂ થઈ છે.
દરમિયાન મહાપાલિકાની
સ્ટેન્ડિંગ દ્વારા પણ નવા સેટ અપ માટે સ્ટાફની ભરતીની પ્રક્રિયાને લીલીઝંડી આપી દેવાઈ છે.મનપા દ્વારા ૪૫૦ ફાયર કર્મચારીઓની ભરતી કરીને વહિવટી માળખા તેમજ રેસ્ક્યુ માળખાને અલગ કરવામાં આવનાર છે. મનપા દ્વારા ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે. આ ભરતી પુરી થાય એટલે નવા ફાયર સ્ટેશન શરૂ કરી ત્યાં સ્ટાફ અને સાધનો ફાળવવામાં આવશે. શહેરમાં પાંચ
નવા ડે. ચીફ ફાયર ઓફિસરની પણ ભરતી કરવામાં આવનાર છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.