ત્રણ તાલુકા વચ્ચે વીસ વીસ ઈંચ વરસાદ થી દસ જેટલા ગામોમાં ભારે નુકશાન
ત્રણ તાલુકા વચ્ચે વીસ વીસ ઈંચ વરસાદ થી દસ જેટલા ગામોમાં ભારે નુકશાન
જસદણ તાલુકાના ગામોના રસ્તા અને પુલોનો નુકશાની સર્વે ક્યારે ? જસદણ તાલુકા અને ગોંડલ તાલુકાના સરહદી ગામડાઓમાં થોડા દિવસ પહેલા જોરદાર વરસાદના લીધે ગ્રામ્ય પંથકના રસ્તા કોઝવેના પુલોમાં ભારે નુકશાન થયું છે. આથી આ વિસ્તારમાં તાકીદે નુકશાનગ્રસ્ત વિસ્તારોમા કામ ચાલુ કરવા માંગણી કરવામાં આવી છે. અત્રેના બળધોઈ વિરનગર, ખારચિયા, પાંચવડા, જસાપર, કાનપર તેમજ ઈશ્વરીયા જ્યારે ગોંડલ તાલુકાના મોટાદડવા, કરમાળ કોટડા કરમાળ ગામ, કરમાળ પીપળીયા, વાદીપરા આમ કોટડાસાંગાણીના ઉપરોક્ત ગામોનો સમાવેશ થાય છે. આમ વિસ જેટલા ગામોમાં તારાજી સર્જાઈ અનેક પુલો ધરાશાયી થવા પામ્યા. આ ગામોમાં પાંચ થી લઈ વિસ ઈંચ સુધીના વરસાદ વરસી ગયો છે. આ વરસાદ દરમ્યાન ચારણ નદી પરના બીજનું ધોવાણ થઈ ગયું છે. જેમના લીધે વાહનો ચાલી શકે નહીં તેવો રસ્તો થઈ જવા પામ્યો છે. જેથી એસ.ટી બસ પણ અવર-જવર થઈ શકે નહીં તેવી હાલત થતાં માઈનોર બ્રિજ બનવવા અને રસ્તાને વાઇનિંગ કરવા સર્વેની તાતી જરૂરીયાત છે. જો કે હાલ બળધોઇ થી દડવા જવા તેમજ દડવાના લોકો ને રાજકોટ જવા માત્ર ચારણ પુલ પસાર થવું પડે છે જેથી લોકોની માંગણી છે કે તાત્કાલિક આ રસ્તો બનવવામા આવે તેમજ કરમાળ ડેમના સાત પાટિયા ખોલ્યા બાદ કરમાળના પુલ ઉપર થી પાંચ ફૂટ પાણી નો નિકાલ થયો હતો. જે પુલ થોડા ઘણા અંશે ખભળી ગયો હોય તેવું ત્યાંના રહેવાસીઓને લાગી રહ્યું છે. આ પુલ પર થી ગોંડલ જસદણ અમદાવાદ ભાવનગર જતા હાજરો વાહનો આ પુલ પરથી પસાર થવું પણ ભયજનક લાગી રહ્યું છે. અન્ય અકસ્માત ન બને એ પહેલાં અગમચેતી સાથે યોગ્ય મેટલ ભરી પુલની મરામત કરવા ગ્રામજનો જણાવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.