પોરબંદરના ઘુઘવતા સમુદ્રમાં લહેરાયો તિરંગો
ગાંધી -સુદામાની નગરી પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે ઘુઘવતા સમુદ્રમાં જઇને તરવૈયાઓએ મધદરિયે ધ્વજવંદન કર્યુ હતુ. શ્રી રામ સી સ્વીમીંગ કલબના આબાલ વૃધ્ધ તરવૈયાઓએ દેશની આન-બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને દરિયામાં લહેરાવીને રાષ્ટ્રગીતનું ગાન કર્યુ હતુ ત્યારે સમુદ્રના ઉછળતા મોજા પણ જાણે કે રાષ્ટ્રધ્વજને સલામી આપતા હોય તેવું અનુભવાતુ હતુ.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.