લુણાવાડા ફોર સીઝન હોટલ ખાતે જિલ્લા કક્ષાની સ્વાસ્થય પરિષદ યોજાઈ - At This Time

લુણાવાડા ફોર સીઝન હોટલ ખાતે જિલ્લા કક્ષાની સ્વાસ્થય પરિષદ યોજાઈ


મહીસાગર જિલ્લામાં માતા મરણ, બાળ મરણ, કૂપોષણમાં ધટાડો અને બિનચેપી રોગોને અટકાવવા માટે અસરકારક આયોજન તથા તેની અમલવારી માટે લુણાવાડા, ફોર સીઝન હોટલ ખાતે જિલ્લા કક્ષાની સ્વાસ્થય પરિષદ જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીની અધ્યક્ષ સ્થાને યોજાઈ.

આ પરિષદમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, છેવાડાનો એક પણ વ્યક્તિ આરોગ્યની સુવિધાથી વંચિત ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે. જિલ્લામાં ખૂટતી કડી પૂર્ણ કરી એક ટીમ બની કામ કરશું તો કુપોષણ, માતા મરણ અને બાળ મરણ જેવા વિવિધ આરોગ્યલક્ષી પ્રશ્નો અટકાવવામાં સફળતા જરૂરથી મળશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ટ્રાઈબલ વિસ્તારમાં આરોગ્યલક્ષી સમસ્યાઓનું સાથે મળી અસરકારક નિવારણ કઈ રીતે કરી શકાય તે માટે સ્વાસ્થય પરિષદમાં ચૂટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી તેમના વિસ્તારમાં ચાલતા પ્રશ્નો સાંભળી વધુ સારી કામગીરી કરી શકાય. સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે મિટિંગ યોજી આરોગ્ય ક્ષેત્રે વધુ સારી કામગીરી માટે સૂચનો પણ કરવામાં આવે છે.

આ પરિષદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આરોગ્ય સમિતિ ચેરમેનના પ્રતિનિધિશ્રી, વર્ડ બૅન્ક પ્રતિનિધિશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઑ, સરપંચશ્રીઑ સહિત આરોગ્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.