પંચમહાલ – રાજસ્થાનના ઉદયપુરથી ક્રેટાગાડીમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારુનો જથ્થો શહેરા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો ,એક ઈસમને દબોચ્યો
શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસની ટીમે બાતમીના આધારે એક ફોર વ્હીલર બ્રેઝા કારનો ફિલ્મી ઢબે પીછો કરીને શહેરા-ગોધરા હાઈવે પાસે આવેલા પેટ્રોલપંપ પાસેથી ઝડ઼પી પાડીને તેમાથી તપાસ કરતા વિદેશી દારુની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. સાથે એક ઈસમને ઝડપી પાડીને 6,59,500 લાખ રુપિયાનો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક પુછપરછમાં આ વિદેશી દારુનો જથ્થો રાજસ્થાનના ઈસમોએ ભરી આપ્યો હોવાની વિગત સામે આવી હતી. પોલીસની બચવા માટે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવામા આવતો હતો.
પ્રાપ્ત વિગતો અનસાર શહેરા પોલીસ સ્ટેશનની ટીમ ને બાતમી મળી હતી કે એક વિદેશી દારુનો જથ્થો ભરેલી ગાડી લુણાવાડાથી ગોધરા તરફ જવાની છે. આથી શહેરા પોલીસની ટીમે પાનમ પાટીયા પાસે આવેલા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. તે સમયે આ બાતમી વાળી ક્રેટા ગાડી નીકળતા તેનો પીછો કરવામા આવ્યો હતો. ચાલકને પોલીસ પીછો કરી રહી હોવાનુ માલુમ પડી જતા તેને ગાડી ભગાવી હતી, પણ પોલીસે શહેરા પાસે રિલાયન્સ પેટ્રોલપંપ પાસેથી ગાડીને રોકવામા સફળતા મેળવી હતી. પોલીસે ક્રેટા ગાડીમા તપાસ કરતા તેમા વિદેશી દારુની બોટલો મળી આવી હતી. પોલીસે ચાલકનુ નામ પુછતા કમલેશ ગણેશલાલ લોહાર રહે બડિયાર મેઈન ચોરાયા, તા માવલી જી- ઉદેપુર રાજસ્થાન.નો હોવાનુ માલુમ પડ્યુ હતુ. આ વિદેશી દારુનો જથ્થો રાહુલ ખેમરાજ ડાંગી ,રહે ખેમલી, તા માવલી જી- ઉદેપુર તેમજ મુકેશ ભાઈ ડાંગી, રહે ડેબારી, તા માવલી, જી ઉદેપુર રાજસ્થાનએ ઉદયપુરથી ભરી આપ્યો હોવાની વિગતો પોલીસને જણાવી હતી. ગાડીમાંથી તપાસ દરમિયાન અલગ અલગ નંબર પ્લેટો મળી આવી હતી. ગાડીમા દારુ ભરવાનો થાય ત્યારે તેને લગાડવા માટે ઉપયોગમા લેવામા આવતી હોવાની વિગતો પ્રાથમિક પુછપરછમા બહાર આવી છે. આ મામલે શહેરા પોલીસ સ્ટેશન ખાતે ચાલક તેમજ રાજસ્થાનની વિદેશી દારુનો જથ્થો ભરી આપનારા બે ઈસમો સામે પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોધનીય છે પંચમહાલ,મહિસાગર, દાહોદ આ ત્રણેય જીલ્લા રાજસ્થાન,મધ્યપ્રદેશની સરહદની નજીક આવેલા જીલ્લા છે. 31ની ઉજવણીમાં દારુની રેલમછેલ થતી હોય છે. બુટલેગરો વધુ કમાણી લેવા દારુ મંગાવતા હોય છે પણ આ તરફ પોલીસની બાજ નજર દારુની હેરાફેરી પર રહેતી હોય છે.પોલીસ પોતાનો જીવ જોખમમા નાખીને પણ આ હેરાફેરી કરનારાઓને ઝડપી પાડે છે.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.