સનાતનઓની લાગણી દુભાવવાનાં મુદ્દે ‘મહારાજ’ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા કાલાવડ સનાતન સમિતિ દ્વારા મામલતદારને આવેદન
સનાતનઓની લાગણી દુભાવવાનાં મુદ્દે 'મહારાજ' ફિલ્મ પર પ્રતિબંધ મુકવા કાલાવડ સનાતન સમિતિ દ્વારા મામલતદારને આવેદન
કાલાવડ
યશરાજ ફિલ્મ પ્રોડક્શન દ્વારા "મહારાજ" ફિલ્મમાં સનાતન ધર્મ, વૈષ્ણવ સંપ્રદાય, ધર્માચાર્યો અને સનાતન ધર્મ પરંપરાઓને વિકૃત રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ થતો હોય આ "મહારાજ" ફિલ્મ પર સરકારશ્રી તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી અને સનાતનીઓ અને વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાતી હોય જેથી યશરાજ ફિલ્મ પ્રોડક્શન પર યોગ્ય કાર્યવાહી કરવા હેતુ જામનગર જીલ્લાનાં કાલાવડનાં સનાતનનીઓ દ્વારા કાલાવડ 'કમલકુંજ' હવેલી ખાતેથી કાલાવડ મામલતદાર કચેરી સુધી બાઈક રેલી યોજી મામલતદારશ્રીને આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. આ બાઈક રેલીમાં કાલાવડનાં હિન્દુ સંગઠનનાં કાર્યકરો અને મોટી સંખ્યામાં સનાતનીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : સ્મિત પટેલ, કાલાવડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.