ગીર ગઢડા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાકમાં 1 ઇચ વરસાદ ખાબક્યો હતો
ગીર ગઢડા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે તડકો અને આચાર્ય ગરમીના બફારા બાદ આજે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો બપોર બાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પર વીજળીના કડાકા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો
જ્યારે ગીર ગઢડા સીમાસી આંબાવાડ રાણાવાસી ગામ કાણાકીય કરણી ભીયાળ સોનપરા બોડીદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકમાં અડધોથી એક ઇંચ વરસાદ વરસી ગયો હતો અમુક ગામડાઓમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને ખેતરોમાં પાણી બહાર કાઢી નાખ્યા હોવાનું જાણવા મળેલ છે જોકે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકમાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથક ઠંડુગાર વાતાવરણ બની ગયું
રિપોર્ટર ભરતસિંહ દાહીમા
9228483158 7777963158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.