“મુલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ” વિષય પર મુંબઈ ખાતે ‘હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળા’નું આયોજન  સૌ જીવદયા પ્રેમીઓને પધારવા આમંત્રણ આપતા સ્વાગત સમિતિના અધ્યક્ષ ડૉ. ગિરીશ શાહ - At This Time

“મુલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ” વિષય પર મુંબઈ ખાતે ‘હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળા’નું આયોજન  સૌ જીવદયા પ્રેમીઓને પધારવા આમંત્રણ આપતા સ્વાગત સમિતિના અધ્યક્ષ ડૉ. ગિરીશ શાહ


“મુલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ” વિષય પર મુંબઈ ખાતે ‘હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળા’નું આયોજન
 સૌ જીવદયા પ્રેમીઓને પધારવા આમંત્રણ આપતા સ્વાગત સમિતિના અધ્યક્ષ ડૉ. ગિરીશ શાહ

“મુલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ” વિષય પર મુંબઈ ખાતે ‘હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળા’નું આયોજન
સૌ જીવદયા પ્રેમીઓને પધારવા આમંત્રણ આપતા સ્વાગત સમિતિના અધ્યક્ષ ડૉ. ગિરીશ શાહ

“મુલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ” વિષય પર મુંબઈ ખાતે ‘હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી વચ્ચે મહારાણી અલ્યાબાઈ હોલકર મેદાન, ગોરેગાંવ(પશ્ચિમ), મુંબઈ ખાતે યોજાશે. આ મેળામાં “મુલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ” થીમ પર ધાર્મિક, સાંસ્કૃતિક અને વિવિધ સેવા કાર્યોનું પ્રદર્શન કરવામાં આવશે.
આ મેળાનું ઉદઘાટન 9 જાન્યુઆરીનાં રોજ સ્વામી શ્રી પી. પી. ગોવિંદદેવ ગિરીજી મહારાજ દ્વારા કરવામાં આવશે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે મેળામાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત થશે તેમજ 11 જાન્યુઆરીનાં રોજ ભારત સરકારના વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત થશે. આ સાથે જીતો (jito) નાં અધ્યક્ષ પૃથ્વીરાજ કોઠારી, દેવેન્દ્ર બ્રહ્મચારી, જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનનાં શ્રીમતી શાઈના એનસી સહિતના મહેમાનો પણ ઉપસ્થિત થશે.
આ મેળામાં કળશ યાત્રા, યોગ સાધના, આરાધના વંદન, ગંગા આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ, મહિલા સશક્તિકરણ તથા સમાજિક સેવા કાર્યોનો અનોખો સંગમ યોજાશે. સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ ઉદ્યોગપતિ સંજયભાઈ ડાંગી છે. સૌ ને આ મેળામાં આવવા માટે આ મેળાની સ્વાગત સમિતિનાં અધ્યક્ષ, ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.