દૂધ, દાળ, સોસ અને પેસ્ટ્રીના સાત નમુના લેવાયા : ખાણીપીણીની 33 દુકાનોમાં ચેકીંગ : 10ને નોટીસ - At This Time

દૂધ, દાળ, સોસ અને પેસ્ટ્રીના સાત નમુના લેવાયા : ખાણીપીણીની 33 દુકાનોમાં ચેકીંગ : 10ને નોટીસ


મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા અનાજ, દૂધ, સોસ સહિતની સામગ્રીના નમુના લેવાનું ચાલુ રાખવામાં આવ્યું છે અને ગઇકાલે આવા વધુ સાત સેમ્પલ લઇ લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવેલ છે. ફૂડ વિભાગે આપેલી માહિતી મુજબ મવડીના ગોવિંદરત્ન બંગલોમાં આવેલ
ન્યુ ખોડીયાર પ્રોવિઝન સ્ટોરમાંથી તુવેર દાળ અને પુનીતનગરના 80 ફુટ રોડ પર ગોકુલ પેલેસમાં આવેલ પુષ્ટિ પ્રોવિઝનમાંથી મસુર દાળના નમુના લઇ લેબોેરેટરીમાં મોકલાયા હતા. જયારે પુનિતનગરમાં જ આવેલા બરસાના કોમ્પ્લેક્ષની ધારેશ્ર્વર ડેરી અને જીવરાજ પાર્કમાં ડ્રીમ એવન્યુમાં આવેલ શ્રીજી ગોરસ એન્ડ બેકર્સમાંથી દૂધના નમુના લેવાયા હતા.
નાના મવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલ લોગો પીઝા કોફીમાંથી પાઇનેપલ પેસ્ટ્રી, સ્પીડવેલ ચોકના સુવર્ણ ભૂમિમાં આવેલ પેથાણી બ્રધર્સમાંથી ઝેરકો બ્લુ હેવન મોજીટો અને બાજુમાં આવેલ રીયલ સેન્ડવીચમાંથી મૌસમ બ્રાન્ડ સોસનું પણ સેમ્પલ તંત્રએ લીધુ હતું.
ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ટીમે ન્યુ સેટેલાઈટ ચોક તથા ભક્તિનગર સર્કલ હોકર્સ ઝોન વિસ્તારમાં 33 ધંધાર્થીને ત્યાં 13 નમુનાની ચકાસણી કરી 10 વેપારીને લાયસન્સ માટે નોટીસ આપી હતી જેમાં (1)દરિયાલાલ સેલ્સ એજન્સી (2)તુલસી કિરાણા ભંડાર (3)ધ ડેઇલી શોપ સુપરમાર્કેટ (4)મહાદેવ દાળપકવાન (05)એ-વન ફાસ્ટફૂડ (06)ખઉ સેન્ડવીચ (07)ચાઇનીઝ તડકા (08)રાજુભાઇ પાણીપુરી (09)બોમ્બે ચોપાટી (10)શિવ સેન્ડવીચ બર્ગરનો સમાવેશ થાય છે.
જયારે (11) કૃષ્ણમ ડેરી ફાર્મ (12)મિલન ખમણ (13)ડિલકસ પાન કોલ્ડ્રિંક્સ (14)પટેલ પ્રોવિઝન સ્ટોર (15)માહિ ફરસાણ (16)કેશવ ટી સ્ટોલ (17)પટેલ કોલ્ડ્રિંક્સ (18)સાગર શરબતવાળા આઇસ્ક્રીમ (19)ગેલમાં ડેરી ફાર્મ (20)હિમાલયા સોડા શોપ (21)ગાંધી સોડા શોપ (22)શ્રી સોના વડાપાઉં (23)ધ શિવ શક્તિ ફાસ્ટફૂડ (24)પટેલ વડાપાઉં (25)ધ એવન ભેળ સેન્ટર (26)અ ન્યુ પીઝા (27)પટેલ દાબેલી (28)રાજા ચાઇનીઝ (29)બાલાજી વડાપાઉં (30)ઠક્કર ફાસ્ટફૂડ (31)કચ્છી દાબેલી (32)જલારામ પાણીપૂરી (33)સ્પ્રિંગ પોટેટોમાં ચકાસણી કરવામાં આવી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.