અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા ગુજરાતમાં ભણશે:અમદાવાદની IIMમાં એડમિશન મળ્યું, ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને કહ્યું- મારું સપનું પૂર્ણ થયું - At This Time

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા ગુજરાતમાં ભણશે:અમદાવાદની IIMમાં એડમિશન મળ્યું, ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને કહ્યું- મારું સપનું પૂર્ણ થયું


સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ તેનું સપનું સાકાર થવાના સમાચાર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જે ફિલ્મો કે અભિનયની દુનિયામાં આવવાનું નથી પરંતુ આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન મેળવવાનું છે, જેની એક ઝલક તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર બતાવી હતી. ખરેખર, શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની દીકરી નવ્યાને ભારતની પ્રીમિયર બિઝનેસ સ્કૂલ IIM અમદાવાદમાં એડમિશન મળી ગયું છે, જેના સમાચાર તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો સાથે શેર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર દસ તસવીરો પોસ્ટ કરીને નવ્યાએ લખ્યું કે તેને બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP) નામના કોર્સમાં એડમિશન મળ્યું છે. તેણે તેને કેપ્શન આપ્યું, "સપનું સાકાર થયું છે!!!!!! આગામી 2 વર્ષ... શ્રેષ્ઠ લોકો અને શિક્ષકો સાથે રહીશ! બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP) 2026ની બેચ". આ પોસ્ટ જોયા બાદ અનન્યા પાંડે, શ્વેતા બચ્ચન, કરિશ્મા કપૂર અને સુહાના ખાને કમેન્ટ્સમાં પ્રતિક્રિયા આપી છે. આ પોસ્ટ પર ફેન્સ ઉપરાંત સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી કરિશ્મા કપૂરે હાર્ટ ઇમોજી સાથે લખ્યું, નવ્યા અભિનંદન. જ્યારે નવ્યાની માતા એટલે કે શ્વેતા બચ્ચને લખ્યું કે, તેં અમને ગર્વ અનુભવ કરાવ્યો છે બેબી. શનાયા કપૂરે કોમેન્ટમાં ઘણા હાર્ટ ઇમોજી શેર કર્યા છે. જ્યારે અનન્યા પાંડે, સોનાલી બેન્દ્રે, ઝોયા અખ્તર, ભાવના પાંડે અને સુહાના ખાને તેને અભિનંદન અને ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા છે. તમને જણાવી દઈએ કે, નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યારે યુટ્યૂબ પર તેનો એક શો પણ છે, જેમાં તે ઘણીવાર તેની નાની અને માતા સાથે વાત કરતી જોવા મળે છે. જોકે, તેનો અત્યારે ફિલ્મી દુનિયામાં આવવાનો કોઈ ઈરાદો નથી. જ્યારે તેમના ભાઈ અગસ્ત્ય નંદા ધ આર્ચીઝ સાથે અભિનયની દુનિયામાં પ્રવેશ્યા છે. કોણ છે નવ્યા?
નવ્યા નંદા દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચનની દોહિત્રી છે. તે અમિતાભની દીકરી શ્વેતા બચ્ચનની દીકરી છે. નવ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો શેર કરી હતી અને વિગતો પણ શેર કરી હતી અને લખ્યું હતું કે મારું સપનું હવે પૂરું થઇ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.