વિસામણબાપુની જગ્યા વિહળ-ધામ પાળીયાદ ખાતે દિવાળીની ભવ્ય ઉજવણી
વિસામણબાપુની જગ્યા વિહળ-ધામ પાળીયાદ ખાતે દિવાળીની ભવ્ય ઉજવણી
આજ રોજ ભગવાન શ્રી રાજા રામચંદ્રજી વનવાસ પૂર્ણ કરી રાવણ વધ કરી અયોધ્યા પરત ફરેલ ત્યારે અયોધ્યા ની પ્રજા દિવા કરી ફૂલ પાથરી એમના રાજા રામનું ભવ્ય સ્વાગત કરી દિવાળી મનાવેલ ત્યાર થી આજ સુધી આસો-વદ ને અમાસ ના દિવસે દિવાળીની ઉજવણી કરવામા આવે છે વિસામણબાપુની જગ્યા વિહળ-ધામ પાળીયાદ ખાતે પણ પરમપરા ગત વર્ષો થી દિવાળી ઉજવવામાં આવે છે.ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારને લક્ષ્મણજીને જાનકીજીને હનુમાનજીને બાળ ગોપાલ સ્વરૂપ ઠાકોરજીને આભૂષણો તેમજ વસ્ત્રો વાઘા થી ખુબ સરસ શણગાર કરવામાં આવે છે અને પાળીયાદના ઠાકર શ્રી ગાદીપતી મહંતો દેરી અને દેવળ તેમજ સંપૂર્ણ જગ્યા માં લાઇટિંગ કરી ખુબ રોશની થી સજાવવામાં આવે છે.ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારને અને ઠાકર શ્રી વિહળાનાથના તેમજ જગ્યાના વર્તમાન ગાદીપતિ મહંત નિર્મળાબા ઉનડબાપુ તેમજ બાળ ઠાકર પૃથ્વીરાજબાપુ અને ભયલુબાપુના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા શ્રદ્ધાળુ ભાવિક ભક્તો તેમજ સેવક સમુદાય ખુબ મોટી સંખ્યામા આવે છે તેમજ ભોજન પ્રસાદ લે છે.આજ રોજ અમાસ નિમિતે પાળીયાદ જગ્યામાં દિવાળી (અમાસ)નિમિતે ખુબ મોટી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરેલ તેમજ ભોજન પ્રસાદ લીધેલ આજની રશોઇના દાતાનો લાભ ઠાકરશીભાઇ ભીમજીભાઈ વસ્તરપરા પરિવાર મુ.ચામરડી હાલ- સુરત તેમજ શંભુભાઈ નરશીભાઈ મકવાણા પરિવાર મુ.તરઘરા આ બંને પરિવાર એ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.