ભાવનગર રેલવે ડિવિઝનના પી-મેને 1 લાખ 60 હજારની કિંમતનો મોબાઈલ ફોન મુસાફરને પરત કર્યો
ભાવનગર રેલવે ડિવિઝનના પી-મેને 1 લાખ 60 હજારની કિંમતનો મોબાઈલ ફોન મુસાફરને પરત કર્યો
પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના પી-મેને ઈમાનદારી દર્શાવીને ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ઘટના એવી છે કે ગત શુક્રવારે રાત્રે સાવરકુંડલા સ્ટેશન પર ટ્રેન નંબર 20956 મહુવા-સુરત સુપરફાસ્ટમાં મુસાફરી કરવા વાળા એક મુસાફરનો મોબાઈલ ફોન સાવરકુંડલા સ્ટેશનના બેંચ પર ભૂલ થી રહી ગયો હતો, જેના બેંચ પર પેસેન્જર બેસીને ટ્રેનની રાહ જોતો હતો અને પેસેન્જર ટ્રેનમાં ચડી ગયો. શ્રી ચંદ્રભૂષણ કુમાર (પી-મેન/રાજુલા જંકશન) સાવરકુંડલા જંકશન સ્ટેશન પર ફરજ પર હતા, જેઓ ગાર્ડ પાસે પોતાનું કામ પૂરું કરીને સ્ટેશન ઓફિસ તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની નજર બેન્ચ પર પડેલા મોબાઈલ ફોન પર પડી અને તે તેને લઈ આવ્યો અને સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ શ્રી અન્સારીજીને સોંપી દીધી હતી. થોડીવાર પછી એ મોબાઈલ પર એક કોલ આવ્યો અને કોલ રીસીવ કરતા પેસેન્જરે (શ્રી ભરતભાઈ) પોતાનો પરિચય આપ્યો અને સ્ટેશનની બેંચ પર પોતાનો મોબાઈલ ભૂલથી છુટી ગયો હોવાની વાત કરી. જ્યારે પેસેન્જરને તે મોબાઈલની કિંમત પૂછવામાં આવી તો તેણે કહ્યું કે તે સેમસંગ મોબાઈલ છે, જેની કિંમત 1 લાખ 60 હજાર રૂપિયા છે. પછી તેણે સ્ટેશન પર તેના સંબંધીને બોલાવ્યો અને સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને તેને મોબાઈલ આપવા વિનંતી કરી. જ્યારે સંબંધી સ્ટેશન પર પહોંચ્યો, ત્યારે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે, જરૂરી પૂછપરછ કર્યા પછી, પેસેન્જરની સૂચના મુજબ સંબંધીને મોબાઈલ ફોન આપ્યો. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર અને અન્ય અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા પી-મેનના પ્રામાણિક કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.