ધંધુકા તાલુકાના અણીયારી ભીમજી ગામનું ગૌરવ - At This Time

ધંધુકા તાલુકાના અણીયારી ભીમજી ગામનું ગૌરવ


ગુજરાતનું હીર ‘જાનવીબા ચુડાસમા’ સંસદના સેન્ટ્રલ હોલમાં ઝળક્યા

અમદાવાદ જીલ્લાના ઘંઘુકા તાલુકાના અણીયારી ભીમજી ગામના વતની જાનવીબા જયરાજસિંહ ચુડાસમાએ રાજપુત સમાજ, સમસ્ત ચુડાસમા સમાજ અને ભાલનું ગૌરવ વધારી દીધું છે.

દેશની આન બાન અને શાન ગણાતા સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં રવીન્દ્રનાથ ટાગોર વિષે હિન્દીમાં પોતાની આગવી શૈલી અને કાવ્યાત્મક અંદાજમાં હિન્દીમાં જબ્બર દસ્ત પ્રવચન આપી ગુજરાતના હીર સમાન જાનવીબા ચુડાસમાએ સૌના મન મોહી લીધા હતા. કાવ્યાત્મક અંદાજમાં સોમનાથ ની પુષ્ઠભૂમિ ગુજરાતથી જાનવીબા ના પ્રણામ સાથે પોતાની આગવી શૈલી રજુ કરનાર જાનવીબાએ પોતાના પરિવાર તેમજ ગુજરાતનું નામ દેશભરમાં ગુંજતું કરી દીધું

રીપોર્ટર :સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.