ચાલુ સાલમા લેવાયેલ s.s.c. અને H.s.c ની પરીક્ષામા હિંમતનગર તાલુકાના અડપોદરા ગામની ત્રણ બહેનો નુ ઝળહળતુ પરીણામ
ચાલુ સાલમા લેવાયેલ s.s.c. અને H.s.c ની પરીક્ષામા હિંમતનગર તાલુકાના અડપોદરા ગામની ત્રણ બહેનો નુ ઝળહળતુ પરીણામ હિંમતનગર તાલુકા ના અડપોદરા ગામે અડપોદરા એજ્યુકેશન સોસાયટી ધવારા સંચાલિત શ્રી એન. ડી. શાહ હાઈસ્કૂલ અડપોદરા નું ધોરણ 12નું માર્ચ -2024નું પરિણામ 95% આવ્યું છે. અડપોદરા હાઈસ્કૂલ ની વિદ્યાર્થીની મનસુરી સાનિયાબેન યાસીનભાઈએ સમગ્ર સાબરકાંઠા જિલ્લા અને હિંમતનગર તાલુકામાં A2 ગ્રેડ સાથે 88.28% (97.66 PR) મેળવી સન્માન જનક સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે આજ હાઈસ્કુલ મા ધોરણ 10 મા અભ્યાસ કરતી મનસુરી ફિઝાબાનુ યાસીનભાઈએ સમગ્ર સાબરકાંઠા જિલ્લા અને હિંમતનગર તાલુકામાં A1 ગ્રેડ સાથે 92.50% (98.17 PR) મેળવી સન્માન જનક સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને બહેન મનસુરી મારીયાબાનુ યાસીનભાઇએ પણ 93.11% PR મેળવ્યા છે. સંસ્થાની સ્થાપનાથી લઈ આજ સુધીના ઇતિહાસનું વ્યક્તિગત શ્રેષ્ઠ પરિણામ 92.50%મનસુરી ફીઝાબાનુએ આ વર્ષે મેળવેલ છે. આમ એક મધ્યમવર્ગ પરીવારમા થી ત્રણે બહેનો એ શાળા તથા ગામ તથા મનસુરી સમાજ નુ ગૌરવ વધારેલ છે. પાસ થનાર તમામ વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યશ્રી તથા સમર્પિત સ્ટાફમિત્રોને અડપોદરા એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખશ્રી તથા સદસ્ય શ્રીઓ એ તથા અડપોદરા તેમજ પોષક વિસ્તારના ગ્રામજનો તેમજ વાલીઓએ ખુબ ખુબ અભીનંદન પાઠવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.