સરકારે ભરોસો રાખીને 5 IPSને જવાબદારી સોંપી હતી, પણ પાંચેય દારૂની બાબતે રાજકોટને હંમેશા રામભરોસે જ રાખે છે - At This Time

સરકારે ભરોસો રાખીને 5 IPSને જવાબદારી સોંપી હતી, પણ પાંચેય દારૂની બાબતે રાજકોટને હંમેશા રામભરોસે જ રાખે છે


SMCએ ટૂંકાગાળામાં રાજકોટમાં ત્રણ દરોડા પાડ્યા પણ કવિ જેવા બૂટલેગર સામે સ્થાનિક પોલીસે પગલાં ન લેતા હવે પરિણામ ભોગવે છે.

રાજ્યના પોલીસવડાની ટીમ (એસએમસી)એ રાજકોટમાં દરોડો પાડીને કેમિકલમાંથી દારૂ બનાવવામાં આવતો હોવાનો પર્દાફાશ કર્યો હતો. આ દારૂ રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સપ્લાય કરાતો હોવાનું પણ સ્પષ્ટ થયું છે ત્યારે જો થોડીઘણી પણ ચૂક થઈ હોત તો જે ગામડાંઓમાં દારૂ પહોંચ્યો હતો અને પ્યાસીઓએ પીધો હતો ત્યાં લઠ્ઠાકાંડ થવાની પૂરેપૂરી સંભાવના હતી. સદનસીબેન આવું થયું ન હતું. દારૂ બનાવવા ક્યું કેમિકલ વપરાતું હતું તેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

એસએફએસ રિપોર્ટ આવ્યા બાદ કેમિકલ અંગે ખુલાસો થશે. જો કે, અહીંયા એક એ વાત પણ સ્પષ્ટ થઈ છે કે, સરકારે ભરોસો રાખીને રાજકોટમાં 5 આઈપીએસને જવાબદારી (નિમણૂક) સોંપી હતી. પરંતુ દારૂની બાબતે પાંચેય આઈપીએસ ઓફિસર્સ રાજકોટને રામભરોસે જ રાખી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.