_*શ્રી વિહળ પ્રાથમિક શાળા નં- 21,તુરખા રોડ, બોટાદ માં શાળા પ્રવેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી*
_*શ્રી વિહળ પ્રાથમિક શાળા નં- 21,તુરખા રોડ, બોટાદ માં શાળા પ્રવેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી*
કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022 અંતર્ગત શ્રી વિહળ પ્રાથમિક શાળા નં.21,બોટાદમાં ધોરણ-1 ના બાળકો નો પ્રવેશોત્સવ કાર્યક્રમ અનોખી રીતે ઉજવવામાં આવ્યો .આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ ડૉ.ટી.ડી. માણીયા સાહેબ ,ન. શિ.સ.બોટાદ ચેરમેન શ્રી પ્રતિકભાઇ વડોદરિયા, શ્રી હરેશભાઈ ધાધલ,શ્રી જીગ્નેશભાઈ બોળીયા,શ્રી દેવરાજભાઈ વાઘેલા, મંગળુભાઈ ટાંક, હરેશભાઇ ભોજક, ન. શિ.સ.ના સભ્યશ્રીઓ, લાયઝન અધિકારી શ્રી રાકેશભાઈ ચાવડા સંકલન અધિકારી શ્રી સુરેશભાઈ કણજરીયા તેમજ વાલીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી. ધોરણ-1 ના બાળકો ના હાથમાં શ્રીફળ ને સાકરના પડા સાથે ઢોલ અને શરણાઇના નાદ સાથે હનુમાનજીના મંદિરથી મહેમાનશ્રીઓ અને વાલીઓની સંગાથે વાજતે ગાજતે બાળકોને શાળા સુધી લાવવામાં આવ્યા.શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક, ચોખા અને ફુલથી શાળાના પ્રવેશદ્વારથી બાળકોને આવકારવામાં આવ્યા.સાથે સાથે બાળકોએ રંગીન કાગળમાંથી બનાવેલા સુંદર મજાના ફૂલો ધોરણ-1 શાળારૂપી બાગના નાના ફૂલોરૂપી ભૂલકાઓને આપી શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો .કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. શાળાની બાળાઓ દ્વારા મનુષ્ય ગૌરવ ગાનની ખુબ સુંદર રજૂઆત ;ત્યારબાદ શ્રેષ્ઠ પુસ્તકો થી મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું.શ્રી કિરણભાઈ કાનેટિયા દ્વારા મહેમાનશ્રીઓ નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ 1 ના બાળકોને કીટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. શાળાની વિદ્યાર્થીની કણઝરીયા ઉર્વશી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ વિષે તેમજ કણજારીયા ના દ્વારા બેટી બચાવો, બેટી ભણાવો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. ગત વર્ષે દરેક પ્રવૃત્તિઓમાં તેમજ અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા.ન.પ્રા.શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી પ્રતિકભાઇ વડોદરિયા દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ની પ્રેરણાદાયી વાતો તેમજ ડૉ.ટી.ડી માણીયા સાહેબ દ્વારા શિક્ષણ સાથે સંસ્કારનું મહત્વ સમજાવવામાં આવ્યું શાળા પ્રાંગણમાં તુલસીના છોડ રોપી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ શાળાના શિક્ષિકા શ્રી પારૂલબેન પટેલ દ્વારા કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી દ્વારા સમગ્ર સ્ટાફ ને અભિનંદન આપવામાં આવ્યા._
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.