સુરેન્દ્રનગર લોકસભા શીટમા ધંધુકામાંથી એક જાગૃત નાગરિકે ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીમાંથી ફોર્મ ભર્યું.
સુરેન્દ્રનગર લોકસભા શીટમા ધંધુકામાંથી એક જાગૃત નાગરિકે ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીમાંથી ફોર્મ ભર્યું.
અમદાવાદ જિલ્લાના અને સુરેન્દ્રનગર લોકસભા શીટના વિધાનસભા ધંધુકાથી એક જાગૃત નાગરિકે ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું. ધંધુકાના સામાજિક તેમજ જાગૃત નાગરિક દિલીપભાઈ પરસોત્તમભાઈ મકવાણા દ્વારા ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ અને ભાજપ સહીત અપક્ષ ઉમેદવારો મેદાન છે ત્યારે વધુ એક પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. પાર્ટીના ઉમેદવાર તરીકે દિલીપભાઈ પરસોત્તમભાઈ મકવાણા રહે આંબેડકરનગર મીરાવાડી ધંધુકાને પસંદ કરવામાં આવ્યા હતા. ઉમેદવાર ધંધુકા, ધોલેરા સહિતના વિસ્તારમાં સામાજિક સેવાઓ, જાગૃત નાગરિક તરીકેનું કામ કરે છે ને લોકોના પ્રશ્નો માટે તત્પર રહે છે. ફોર્મ ભરતી વખતે ઉમેદવાર સહીત પાર્ટીના હોદેદારો, પાર્ટીના ગુજરાત જનરલ સેક્રેટરી, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ, ગુજરાત ટ્રેજદર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.