હિંદી ફિલ્મોના તાલે વિદેશીઓ ઝૂમ્યાં
એક સમય એવો હતો કે, ભારતીય યુવાધન વિદેશી ગીતો પર ઝૂમતું હતું. આજે ભારતીય સંગીત અને ધૂનો વિદેશની સંગીત પર ભારે પડતી હોય તે રીતે વિદેશ સુધી પણ આપણું સંગીત પહોંચ્યું છે.
આજે દિવ ખાતે જર્મનીથી ફરવા આવેલા સાયમન પેરિસ સહિતનું ટ્રૂપ ભારતીય સંગીતની પ્રસ્તુતીથી પ્રભાવિત થઈને કાર્યક્રમ સ્થળે આવ્યું હતું અને ગુજરાતી અને હિંદી ફિલ્મોની ધૂન પર ઉપસ્થિત સૌની સાથે ડાન્સ કરવા લાગ્યું હતું.
સંગીત એવું માધ્યમ છે. જેને કોઈ સીમાડા નડતા નથી તેવું ફરી એકવાર આ ઘટનાએ સાબિત કરી આપ્યું છે. આગામી બે દિવસ પણ જાણીતા ઈન્ડિયન આઈડલના વિજેતા પવનદિપ રાજન અને ગુજરાતના જ જાણિતા સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા પ્રસ્તુતિઓ રજૂ થવાની છે ત્યારે ગીર સોમનાથની જનતાને તેનો લાભ લેવા માટે જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
