દાણાપીઠમાં દર કલાકે રૂપિયા 25 લાખનો વેપાર થયો, રિટેલની ખરીદી સવારથી જ શરૂ થઈ ગઈ
બંધના બીજા દિવસે સવારથી સાંજ બજાર ધમધમતી રહી, આજથી રાજકોટની બજાર રાબેતા મુજબ શરૂ થશે
રાજકોટમાં શનિવારે જીએસટીના વિરોધમાં દાણાપીઠ અને યાર્ડના મળી 300 જેટલા દુકાનદારોએ બંધ પાળ્યો હતો. શનિવારે દુકાન બંધ રહ્યા બાદ રવિવારે દુકાન શરૂ થઈ હતી. સામાન્ય દિવસોમાં રવિવારે અડધી બજાર ખુલ્લી હોય છે અડધી બંધ હોય છે, પરંતુ ગઈકાલે સવારથી જ બજારમાં રાબેતા મુજબ દુકાન શરૂ થઈ ગઈ હતી અને રિટેલર્સ ખરીદી માટે સવારથી જ બજારમાં પહોંચી ગયા હતા.
સાંજ સુધી રિટેલર્સની ખરીદી ચાલુ રહી હતી. વેપારીઓના જણાવ્યાનુસાર સવાર 9થી સાંજના 4 સુધીમાં યાર્ડમાં 2 કરોડથી વધુ રકમનો વેપાર થયો હોવાનું અને દર એક કલાકે રૂપિયા 25 લાખનું અનાજ- કઠોળ આખા રાજકોટમાંથી વેચાયું હોવાનો અંદાજ દાણાપીઠ વેપારી એસોસિએશનના પ્રમુખ બિપીનભાઈ કેસરિયા જણાવે છે. આજે બેડી યાર્ડમાં તલી, ચણા, ઘઉં, મગના વેપાર થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.