રાજકોટ આંગણવાડી કેન્દ્રોમાં બાલશક્તિ, માતૃશક્તિ અને પુર્ણાશક્તિમાંથી બનતી વાનગીઓ.
રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૫ ના રોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં પોષણ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના ICDS વિભાગ દ્વારા આંગણવાડીઓમા પોષણ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. જેના ભાગરૂપે ઘટક 3 ના રેલનગર ૨ અને રેડક્રોસ સેજામાં બાલશક્તિ, માતૃશક્તિ અને પુર્ણાશક્તિ પેકેટ્માંથી બનતી વિવિધ વાનગીઓ પ્રત્યે લાભાર્થીઓ જાગૃત થાય તે હેતુથી THR અને શ્રીઅન્ન (મીલેટસ) વાનગીઓના નિદર્શન તથા લાઇવ વાનગી શો યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ છે તેમ જણાવી બાળકો, કિશોરીઓ સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને દૈનિક પોષણની જરૂરીયાતના એક તૃતિયાંશ ભાગનું પોષણ પુરૂ પાડવા માટે અપાતા THR ના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. CDPO પુજાબેન જોશીએ લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્રો પર દર મહિને મળતા વિનામૂલ્યે THR પેકેટ્માંથી પ્રાપ્ત થતા પ્રોટીન, વિટામીન, કેલેરી અને સુક્ષ્મ પોષક તત્વો વિશે જાણકારી આપી દૈનિક આહારમાં તેનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ તકે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા લાઇવ વાનગી શો યોજી સુખડી, શીરો અને થેપલા બનાવી તેનુ મહત્વ સમજાવાયુ હતુ. મીલેટસ અને THR માંથી વાનગીઓ બનાવનાર આંગણવાડીના બહેનો અને લાભાર્થીઓને પ્રથમ 3 નંબર અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. ઉપરાંત કુપોષિત બાળકોને કપિલભાઇ પંડયા તરફ્થી પોષણ કિટ આપવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં શાસકપક્ષના દંડક મનીષભાઇ રાડીયા, વોર્ડનં.3 ના કોર્પોરેટર અલ્પાબેન દવે, અગ્રણીઓ રણધીરભાઇ સોનારા, હેમુભાઇ, કપીલભાઇ પંડયા, મુખ્ય સેવિકા તૃપ્તિબેન દવે, ઝરણાબેન વ્યાસ, પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર મમતાબેન, માનસીબેન, સંજયભાઇ, ભાવિંનભાઇ, પુર્ણા કન્સલ્ટન્ટ જયશ્રીબેન ભાયાણી, આંગણવાડી કાર્યકર બહેનો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.