તા.૨૪ મી જુને ખાનગી ક્ષેત્રના એકમો માટે બોટાદ જિલ્લા રોજગાર કચેરી ખાતે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે - At This Time

તા.૨૪ મી જુને ખાનગી ક્ષેત્રના એકમો માટે બોટાદ જિલ્લા રોજગાર કચેરી ખાતે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે


તા.૨૪ મી જુને ખાનગી ક્ષેત્રના એકમો માટે બોટાદ જિલ્લા રોજગાર કચેરી ખાતે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે
-----------------

માહિતી બ્યુરો, બોટાદ:-
બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજ્યના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો પુખરાજ હેલ્થકેર પ્રા.લી.– અમદાવાદ માટે ૧૮ થી ૨૪ વર્ષની વયમર્યાદા અને જાનવી ભારત ગેસ એજન્સી – બોટાદ જિલ્લા માટે ૨૦ થી ૪૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધો.૮ અને ૧૦ તેમજ સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગાર ઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૨૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતે કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક રોજગાર વાંચ્છુઓએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦*૦*૦*૦*૦*૦*૦*૦*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.