શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 61 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 61 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
ભાવનગર સ્વ. ગુણવંતભાઈ વડોદરિયા ની સ્મૃતિ માં 500 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી દક્ષાબહેન બહેન વડોદરિયા ની ઉપસ્થિતિ માં શિશુવિહાર સંસ્થા માં યોજાય ગયો.. તેમજ સ્વ.કરશનભાઈ મનજીભાઈ ઇટાલિયા ના સ્મરણાર્થે 501 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.27 ડીસેમ્બર ના રોજ શિશુવિહાર પ્રાંગણ માં યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વી. સી.લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 61 દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. હર્ષા બહેન તથા ડૉ.શ્રી ધ્રુવિલભાઈ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તા બાદ જરૂરિયાત મંદ 20 દર્દીઓને કેટ્રેક સર્જરી માટે લોઢાવાળા હોસ્પીટલ માં મોકલી આપવામાં આવેલ..
દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ 1968 થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી...
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.