બીપીએસ અને જીએસઆરટીસીના સહયોગથી મહુવાથી ચાણસદ સુધી નવી એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં આવેલ. - At This Time

બીપીએસ અને જીએસઆરટીસીના સહયોગથી મહુવાથી ચાણસદ સુધી નવી એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં આવેલ.


બીપીએસ અને જીએસઆરટીસીના સહયોગથી મહુવાથી ચાણસદ સુધી નવી એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં આવેલ.
બીપીએસ અને જીએસઆરટીસીના સહયોગથી મહુવાથી ચાણસદ સુધી નવી એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં આવેલ. જે ભગતજી મહારાજના જન્મ સ્થાન મહુવાથી તળાજા, ભાવનગર, ધોલેરા, વટામણ, તારાપુર, સોજીત્રા, કરમસદ, આનંદ, વાસદ, વડોદરા થઈને પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાન ચાણસદ જેવા ધાર્મિક સ્થળોને સાંકળશે. જેમાં ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ, નોકરીયાત, ધંધાદારી તેમજ મુસાફરોનેઆણંદ-વડોદરા જિલ્લા ખાતે આવવા જવાની સવલત અર્થે આ બસ સેવા લાભદાથી નિવડશે.

આ બસ મહુવાથી બપોરે ૧૪-૪૫ કલાકે ઉપડી ચાણસદ ખાતે ૨૩-૦૦ કલાકે પહોંચશે. તેમજ ચાણસદથી ૮ કલાક ઉપડી મહુવા ખાતે ૧૭-૪૫ કલાકે પહોંચશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.