આવતીકાલે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રુપિયા, મોદી સરકાર કરશે ટ્રાન્સફર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂનના રોજ 9.26 કરોડ લાભાર્થી ખેડૂતો માટે 20,000 કરોડ રૂપિયાથી વધુની PM-કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે. ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી, નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા PM-કિસાન યોજનાનો 17મો હપ્તો બહાર પાડવા સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. પીએમ કિસાન યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં, કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ ખેડૂતોને 16 હપ્તામાં 3.04 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમનું વિતરણ કર્યું છે.
17મા હપ્તાના પૈસા પણ મળવા જોઈએ. તમે ઓનલાઈન જાણી શકો છો કે તમને 17મા હપ્તાના પૈસા મળશે કે નહીં. PM કિસાન વેબસાઈટ પર ઉપલબ્ધ લાભાર્થીઓની યાદી જોઈને તમે જાણી શકશો કે તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં. ઘણી વખત કેટલીક સમસ્યાઓના કારણે પીએમ કિસાનના હપ્તાના પૈસા ખાતામાં આવતા નથી. નોંધણી કરતી વખતે કોઈપણ માહિતી ભરવામાં ભૂલ, સરનામું અથવા બેંક ખાતાની ખોટી એન્ટ્રી, NPCI માં આધાર સીડ ન કરવું વગેરેને કારણે હપ્તો અટકી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.