ખેરાલુ કોલેજ વોલીબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બની - At This Time

ખેરાલુ કોલેજ વોલીબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બની


હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની વોલીબોલની સ્પર્ધામાં આર્ટ્સ & કોમર્સ કોલેજ ખેરાલુની ટીમ સમગ્ર યુનિવર્સીટીમાં ચેમ્પિયન બનીને ટ્રોફી વિજેતા બની છે. યુનિવર્સીટીની આ સ્પર્ધા ઊંઝા કોલેજ ખાતે યોજાઈ હતી. જેમાં ખુબ મોટી સંખ્યામાં અલગ અલગ કોલેજોની ટીમો હતી તેમાં બધી જ મેચ જીતીને ખેરાલુ કોલેજની ટીમ ચેમ્પિયન બનેલ છે. આ ટીમમાં ચૌધરી રુદ્ર, ચૌધરી વિસજ, ચૌધરી વ્રજ, ચૌધરી ભાર્ગવ, પટેલ મન, ચૌધરી અક્ષ, ચૌધરી પ્રિન્સ, ચૌધરી જીલ, ચૌધરી મયંક, ચૌધરી આર્યન, ચૌધરી માન અને ચૌધરી કિશન જેવા હોનહાર ખેલાડીઓ હતા. કોચ ડો. મેહુલભાઈ જયસ્વાલ તથા સમગ્ર ટીમને કોલેજ પરિવાર તથા કેળવણી મંડળ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.