મુળી ના ભેટ ગામે કોલસાની ખાણમાં ૩ મજુર ના મોત બાબતે ભાજપ હોદેદારો સામે ગુનો દાખલ - At This Time

મુળી ના ભેટ ગામે કોલસાની ખાણમાં ૩ મજુર ના મોત બાબતે ભાજપ હોદેદારો સામે ગુનો દાખલ


*ભેટ કોલસાની ખાણમાં ત્રણ ના મોત બાબતે ગુન્હો દાખલ*

*ભાજપ ના મુળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયત સદસ્ય ના પતિ સહિત ચાર આરોપી*

મુળી ના ભેટ ગામે બે દિવસ પહેલા શનિવારે કોલસાની ગેરકાયદેસર ખાણ માં ગેસ ગળતર ના કારણે ત્રણ શ્રમિકો ના મોત થયા હતા તેમાં ભાજપ ના હોદેદારો સામે ગુનો દાખલ થતા ચકચાર મચી જવા પામી છે જેમાં મુળી તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન કલ્પેશ કેશાભાઈ પરમાર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સરા સીટ ના સદસ્ય ના પતિ ખીમજીભાઈ સારદિયા સહિત ચાર સામે ગુનો દાખલ થયો છે જેમાં ફરિયાદી સવસીભાઈ નાનજીભાઈ ડાભી સાગધરા એ ફરિયાદી બન્યા છે તેઓ ના પુત્ર નું પણ આ ઘટના મા મોત નિપજયું હતું મરનાર બે થાનગઢ ના ઉંડવી ગામના યુવાનો છે અને એક સાગધરા મુળી ના યુવાન છે ખનીજ માફીયાઓ દ્વારા લાશો ને સગેવગે કરી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કરવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે વધુમાં તપાસ મુળી પી.એસ.આઈ. ડી.ડી.ચુડાસમા ચલાવી રહ્યા છે
બોક્ષ----
[ • ત્રણ મજૂરોના મોત મામલે નિર્દોષ હોવાનું અને ક્યારેય ખનીજનો ગેરકાયદે ધંધો નહિ કર્યું હોવાનું રટણ કરતા કારોબારી ચેરમેન કલ્પેશ કેશાભાઈ પરમારના સગાભાઇ ગત ૩૦ જાન્યુઆરીના રોજ ખંપાળીયા ગામે થયેલ મજૂરોના મોતના મામલે થયેલ એફ.આઇ.આરમાં નામ સામેલ છે. જેથી સ્પષ્ટ રીતે નેતાજીના પારિવારિક ખનીજના ધંધામાં હોવાનું સામે આવે છે.

[ • મૂળી પોલીસ સ્ટેશને કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયત સદસ્ય પતિ વિરૂદ્ધ માનવ વધનો ગુન્હો નોંધાતા જ જિલ્લાનું રાજકારણ પણ સક્રિય થયું હતું અને મૂળી પી.એસ.આઇ ડી.ડી.ચુડાસમા પાસેથી તપાસ આંચકી લેવા તથા બદલી કરવા સુધીની ભલામણોના ફોન ગાજ્યા હતા.

ભાજપ આગેવાનો સામે ગુનો નોધાતા સુરેન્દ્રનગર સાસંદ ચંદુભાઈ શિહોરા ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ વગેરે બચાવવા રીતસર રાજકીય દબાણ ઉભુ કરવામાં આવેલ છે ત્યારે તટસ્થ કામગીરી સાથે તપાસ કરતાં પી.એસ.આઈ. ચુડાસમા ની બદલી માટે દબાણ સાથે ગાંધીનગર થી રાજકીય નેતાઓ ઉતરી પડયા ના અહેવાલો મળી રહ્યા છે

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.