સુરત થી પ્રારંભ થઈ લીલીયા તાલુકા માં ૩૭ ગ્રામ્ય માં ૯૫૦૦ ની તપાસ ૬૦૦૦ ને ચશ્માં ૩૦૦૦ ને ટીપા સાથે ૧૫ દિવસીય નેત્રરક્ષા અભિયાન સંપન્ન - At This Time

સુરત થી પ્રારંભ થઈ લીલીયા તાલુકા માં ૩૭ ગ્રામ્ય માં ૯૫૦૦ ની તપાસ ૬૦૦૦ ને ચશ્માં ૩૦૦૦ ને ટીપા સાથે ૧૫ દિવસીય નેત્રરક્ષા અભિયાન સંપન્ન


લીલીયા તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા લીલીયા લાઠી નેત્ર રક્ષા સમિતિ આયોજીત શ્રી અંટાળેશ્વર મહાદેવ તથા રામજી મંદિર ટ્રસ્ટ અને લોક દ્રષ્ટિ ચક્ષુબેકના સહયોગથી નેત્ર સુરક્ષા અભિયાન માં

નેત્ર નિદાન, ડાયાબીટીસ અને બ્લડ પ્રેસરની તપાસ, આંખના રોગોનું નિદાન સારવાર દવા, ટીપા વિતરણ તેમજ નજીકના નંબરની તપાસ કરી જરૂરીયાતમંદને નજીકના ચશ્મા વિતરણનો પખવાડીક અભિયાન કાર્યક્રમ સુરત થી ગત તા. ૧૪/૭/૨૦૨ર ને ગુરૂવારના રોજ કર્મનાથ મહાદેવ મંદીરથી પ્રસ્થાન કરવામાં આવેલ હતો.તા. ૧૫/૭/૨૦૨૨ થી તા. ૨૭/૭/૨૦૨૨ સુધી કાર્યક્રમમાં લીલીયા તાલુકાના ૩૭ ગામમાં કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

દરેક ગામમાંથી સર્વ જ્ઞાતિ પરિવારે ખુબ જ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ૯૫૦૦ દર્દીની તપાસ કરવામાં આવેલ હતી. તેમાં અંદાજે ૭૫૦ થી વધુ દર્દીઓને મોતીયાની અસર હતી. મોતીયાના દર્દીઓને તબકકાવાર મોતીયાના ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની અંદર ૬૦૦૦ જોડી ચશ્મા બોક્ષ સાથે તેમજ ૩૦૦૦ બોટલ આંખના ટીપાનું પણ વિતરણ કરવામાં આવેલ હતુ. ડાયાબિટીસ તેમજ બલ્ડપ્રેશરની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. આ કાર્યક્રમ દરમ્યાન સંસ્થાના પ્રમુખશ્રી નાનુભાઈ વેકરીયા, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ભોળાભાઈ કોટડીયા, ઉપપ્રમુખશ્રી બાવચંદભાઈ દુધાત, કે.કે. ગુંદરણ, મંત્રીશ્રી મનુભાઈ અમીપરા, વલ્લભભાઈ મેઘાણી, સતિષભાઈ ઉકાણી તેમજ ટ્રસ્ટી મંડળ તેમજ કારોબારી સભ્યશ્રીઓએ ભારે જહેમત ઉપાડી હતી અને કાર્યક્રમ સફળ બનાવેલ હતો તેમજ દરેક ગામ આગેવાનોનો પણ ખુબ જ સહકાર મળેલ હતો તથા અમરેલી હોમગાર્ડના જવાનો દ્વારા ખુબ જ સારી સેવા પ્રદાન કરવામાં આવેલ હતી.

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે દાતાશ્રી જયંતિભાઈ એકલેરા તેમજ ધનજીભાઈ ભગત અકાળા, વિઠ્ઠલભાઈ રામાણી, મફતભાઈ શિરોયા, આર.એન. ડોબરીયા, જીતુભાઈ દેસાઈ, નાનુભાઈ વેકરીયા, ગણેશભાઈ તાવેથીયા, વિનુભાઈ ધામત, ગભરૂભાઈ હીરપરા તેમજ અન્ય દાતાશ્રીઓ તરફથી પુરો સહકાર મળેલ હતો તેમજ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખશ્રી પ્રફુલભાઈ શિરોયા, ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ જોગાણી તેમજ ડો. સાથેની ટીમે સરાહનીય કામગીરી કરેલ હતી. સાથે સાથે ડો. કુંભાણી સાહેબ, વિઠ્ઠલભાઈ માદલીયા, જનકભાઈ તળાવીયા, વિપુલભાઈ દુધાત, ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, જીવનભાઈ વોરા વગેરેનો પણ કાર્યક્રમ સફળ બનાવવા માટે ખુબ જ યોગદાન આપેલ હતુ. આજરોજ મોટા લીલીયા પટેલ વાડીમાં કાર્યક્રમનો સમાપન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. લીલીયા તાલુકાના ૩૭ ગામના સર્વે જ્ઞાતિ પરિવારનો પણ ખુબ ખુબ આભાર...

રિપોર્ટ નટવરલાલ  જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.