જંત્રાલ ગામ માં ચોપડા ના મફતમાં વિતરણ કરવામાં આવ્યું - At This Time

જંત્રાલ ગામ માં ચોપડા ના મફતમાં વિતરણ કરવામાં આવ્યું


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના જંત્રાલ ગામે આજે તા. 25/08/2024 ને રવિવાર ના રોજ સવારે 10:30 વાગ્યે રામદેવપીર મંદિર, જંત્રાલ મુકામે દરેક સમાજમાંથી જે બાળકો ભણતા હોય અને તેમના માં - બાપ ના હોય તેમને 1 ડઝન ચોપડા શ્રી રણજીતસિંહ ચતુરજી ઠાકોર (બિલિયા) અને શ્રી સંજયકુમાર અમૃતજી ઠાકોર - વકીલ (ખરોડ) દ્વારા મફતમાં ચોપડા આપવામાં આવ્યા અને તેમાં હાજરી આપનાર મહાનુભાવો શ્રી મહેશજી ગાંડાજી ઠાકોર (ખરોડ, સરપંચ) અને શ્રી બળવંતજી ફકીરજી ઠાકોર (પ્રમુખશ્રી, બક્ષીપંચ મોરચા વિજાપુર તાલુકા ભાજપ) અને શ્રી જયેશજી ઠાકોર (મહાદેવપુરા) અને શ્રી ભવાનજી ઠાકોર (જંત્રાલ) અને શ્રી વિપુલજી ઠાકોર (જંત્રાલ) અને શ્રી પ્રહલાદજી ઠાકોર (જંત્રાલ) અને શ્રી મનુજી ઠાકોર (લાડોલ) અને જંત્રાલ ગામના આગેવાનો હાજર રહ્યા અને સંજયજી અમૃતજી ઠાકોર - વકીલ (ખરોડ) દ્વારા દરેક બાળકોને 100 રૂપિયા આપ્યા હતા, આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ મિત્રો, વડીલો, આગેવાનો નો ખુબ ખુબ ખુબ આભાર માન્યો હતો
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image