મહુવા અને જેસર પંથકમાં સિંહ અને દીપડાના હુમલાના બનાવો ! - At This Time

મહુવા અને જેસર પંથકમાં સિંહ અને દીપડાના હુમલાના બનાવો !


મહુવા અને જેસર પંથકમાં સિંહ અને દીપડાના હુમલાના બનાવો !

દિપડાનો હુમલા: મહુવા અને જેસર પંથકમાં સિંહ અને દિપડાના હુમલાના બનાવોથી પશુપાલકોમાં ભારે ફફડાટ ભાવનગર 3 કલાક પહેલાં

• કરલા ગામે સાવજનો ખેત મજુર પર હુમલો જયારે ગુંદરણામાં પણ બે દિવસથી દિપડાના હુમલા
જેસર તાલુકાના કરલા ગામે ગતરાત્રિના સમયમાં વાડીએથી ખેત મજૂરી કરી દવાનો છટકાવ કરીને ઘર તરફ પાછા ફરતા બે યુવકો ઉપર સાવજ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જયારે મહુવા પંથકના ગુંદરણા ગામે પણ સતત બે દિવસથી દિપડાના પશુઓ પર હુમલાના બનાવથી ગામલોકો ભય અનુભવી રહયાં છે.

સાવજના અચાનક હુમલામાં જગદીશભાઈ દેવકા નામના યુવક ઉપર કરતા પાછળના કેડના ભાગમાં તેમજ પેટના ભાગમાં સાવજોના પંજાના નિશાનો પાડી ઇજાઓ પહોંચાડી સાવજ ભાગી છુટ્યો હતો જેથી જગદીશભાઈ દેવકા નામના યુવકને ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ હુમલો થતા કરલા ગામના ગ્રામજનો દ્વારા વન વિભાગમાં જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ દ્વારા હુમલા સ્થળે પહોંચી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.

ગુંદરણા ગામે સતત બે દિવસથી દિપડાનો આતંક

મહુવા તાલુકાના ગુંદરણા ગામે પણ સતત બે દિવસથી દિપડાના પશુઓ પર હુમલાના બનાવથી ગામલોકો ભય અનુભવી રહયાં છે.ગુંદરણા ગામે બગદાણા રોડ ઉપર આવેલ ગુંદરણાના ગેટ પાસે આવેલ ખેડૂત લખમણભાઇ હમીરભાઈ લુણી ખેડૂતની વાડીમાં દિપડોએ વાછરડાનું મારણ કર્યુ હતુ જયારે ત્રણ કુતરા પર પણ હુમલો કર્યો હતો. દિપડો સાવ ગામ નજીક આવી જતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે આથી દીપડાના કારણે કોઈપણ ખેડૂત રાત્રે ખેતરે જઈ શકતા નથી અને દિપડો બે દિવસથી એકપણ રાત ખાલી જવા દેતો નથી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image