કચ્છના ગાંધીધામ મધ્યે ગાંધીધામ શહેર મધ્ય સ્થીત આદર્શ મહા વિદ્યાલયમાં નશાબંધી અને આબકારી કચેરી અંજારના નેજા હેઠળ નશાબંધી સપ્તાહ ઉજવણી કરવામાં આવી
કચ્છના ગાંધીધામ મધ્યે તારીખ 8- 10 -2024 ને મંગળવારના રોજ ગાંધીધામ શહેર મધ્ય સ્થીત આદર્શ મહા વિદ્યાલયમાં નશાબંધી અને આબકારી કચેરી અંજારના નેજા હેઠળ નશાબંધી સપ્તાહ ઉજવણી અંતર્ગત વ્યસન મુક્તિ રેલી, દારૂના દૈત્યનું દહન તેમજ નશાબંધી સપ્તાહની પુર્ણાહુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુ. શ્રી એસ. આર. મોરી મેડમ, ઇન્સ્પેક્ટર ભુજ, શ્રી એ.એસ. ગોહિલ સબ ઇસ્પેક્ટર અંજાર, શ્રી એસ.પી. મારૂ, સબ ઇન્સ્પેક્ટર મુન્દ્રા, શ્રી એસ.એચ બારોટ સબ ઇન્સ્પેક્ટર ગાંધીધામ તેમજ ડો. એસ. એલ. સોલંકી, આચાર્ય આદર્શ મહા વિદ્યાલય હાજર રહ્યા હતાં. મોરી મેડમે વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી એ. એસ. ગોહિલ સબ ઇન્સ્પેક્ટરે વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા અંગે સમજૂતી આપી હતી.તેમજ એસ.પી. મારુ એ વિવિધ ઉદાહરણોનાં માધ્યમથી વ્યસન મુક્તિ ની સમજ આપી હતી.
ડોક્ટર સોલંકીએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. સપ્તાહ દરમિયાન નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિભાગોમાં એક થી ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર વિદ્યાર્થીઓને નશાબંધી સંસ્થા દ્વારા પ્રોત્સાહન ઇનામો અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોમાં જાગૃતિ આવે તે હેતુને ધ્યાનમાં રાખીને નશાબંધીના અધિકારીશ્રીઓ અને શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા ગાંધીધામ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં સૂત્રોચાર દ્વારા સમાજ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી દિનેશ રાજ લીલન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ શાળાનાં શિક્ષક શ્રી જગદીશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં સમગ્ર પરિવારે જહેમત ઉઠાવી હતી.
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.