શહેરમાં પ્રથમ વખત દિવ્યાંગો માટે ખાસ યોગ, હોકર ઝોનમાં ફેરિયાઓ કરશે યોગ-પ્રાણાયામ - At This Time

શહેરમાં પ્રથમ વખત દિવ્યાંગો માટે ખાસ યોગ, હોકર ઝોનમાં ફેરિયાઓ કરશે યોગ-પ્રાણાયામ


શહેર-જિલ્લામાં 500થી વધુ સ્થળે યોગ દિવસ માટે તંત્રની દોડ

રાજકોટના પ્રવાસન સ્થળો, શાળા, તાલુકા કક્ષાની કચેરી, મેદાનો, બગીચામાં સવારથી યોગ જ યોગ

21મીએ યોગ દિવસ છે જેની ઉજવણી માટે રાજકોટ જિલ્લાનું વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાએ તનતોડ દોડભાગ કરી છે અને ઘણા અધિકારીઓ ઊંધા માથે થઈ ગયા છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ શહેર અને જિલ્લાના મહત્ત્વના પ્રવાસન સ્થળોએ લોકોને યોગ કરાવાશે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ અલગ અલગ કચેરીઓના પ્રાંગણમાં, શાળાઓમાં અને મહત્ત્વના મેદાનોમાં શિબિર થશે જ્યારે જિલ્લા કક્ષાની ઉજવણી રાજકુમાર કોલેજમાં કરાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.